આંતરરાષ્ટ્રીય

ઈરાન સાથે MOU ફાઇનલ નથી, જાે પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની વાતો સામે આવી રહી હતી. બંને દેશો તરફથી એવા સંકેતો મળ્યા હતા કે, કરાર પર સહમતિ બની રહી છે. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનથી દુનિયાને ચોંકાવી દીધી છે. ફ્રાન્સમાં ચાલી રહેલી ય્૭ સમિટ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન સાથે હજુ MOU ફાઇનલ થયા નથી, જાે ડીલમાં કંઈ પસંદ નહીં આવે તો અમેરિકા ફરી હુમલો કરશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ય્૭ સમિટમાં ભાગ લેવા ફ્રાન્સની મુલાકાતે છે. સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે ઈરાન સાથેના સંભવિત કરાર પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે દાવો કર્યો કે, અમે ઈરાનમાં બધું જ નષ્ટ કરી દીધું છે. ઈરાન સાથેનો સ્ર્ેં હજુ ફાઇનલ નથી. જાે આ ડીલમાં મને કંઈપણ પસંદ નહીં આવે, તો અમે ઈરાન પર ફરીથી હુમલો કરીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન સાથેની ડીલ અંગે વિગતવાર વાત કરવામાં આવશે. વૈશ્વિક બજાર આ ઈરાન ડીલથી ઘણું ખુશ છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ આગામી એક-બે દિવસમાં સંપૂર્ણપણે ખુલી જશે. આ માર્ગ અત્યારે પણ આંશિક રીતે ખુલ્લો જ છે, પરંતુ ટૂંક સમયમાં તે સામાન્ય થઈ જશે.
મહત્વનું છે કે આ ડીલની અસરના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે. તેલના ભાવ ઘટવાથી લોકોની ખરીદશક્તિ પર સકારાત્મક અસર પડશે, અને કિંમતો યુદ્ધ પહેલાના સ્તર કરતા પણ નીચે જઈ શકે છે.
દરમિયાન, ફ્રાન્સના એવિયનમાં ય્-૭ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. સમિટના આઉટરીચ સત્ર દરમિયાન પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની બાજુમાં બેઠેલા જાેવા મળ્યા હતા. ૧૬ મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. જાે કે, ટ્રમ્પની સામે ઁસ્ મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવતા કહ્યું કે, ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા.
ય્-૭ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજનું વિશ્વ પહેલા કરતાં વધુ એકબીજા સાથે જાેડાયેલું અને પરસ્પર ર્નિભર છે. કોઈ પણ દેશની ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, સાયબર સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ તેની સરહદો સુધી મર્યાદિત નથી. ગતિશીલતા, ડેટા, મૂડી અને ટેકનોલોજી આ બધું આપણને જાેડે છે. આવા સમયમાં ભાગીદારીનું મહત્ત્વ સ્વાભાવિક રીતે વધે છે, પરંતુ ભાગીદારી ત્યારે જ સફળ થાય છે જ્યારે વિશ્વાસ તેના મૂળમાં હોય છે. આજે, સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ ખનિજાે, ટેકનોલોજીઓ કે બજારો નથી પરંતુ પરસ્પર વિશ્વાસ છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ટેકનોલોજી અને સપ્લાય ચેઇનનો ઉપયોગ શસ્ત્ર તરીકે નહીં, પણ વૈશ્વિક ભલા માટે થશે. વિકાસની તકો થોડા દેશો સુધી મર્યાદિત રહેશે નહીં. વૈશ્વિક સંસ્થાઓ બધા દેશોની આકાંક્ષાઓ પૂરી કરી શકશે.

Related posts

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રી અને ક્યુબા રાષ્ટ્રપતિને મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

કોલંબિયામાં ભૂકંપ બાદ ૧૩૨ના મોત, ૬ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ

GUJARAT NEWS DESK TEAM

INS તમાલે ઇટાલીના નેપલ્સ ખાતે બંદર મુલાકાત પૂર્ણ કરી

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદી સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જોડાયા

બૂર્ઝ ખલિફા પણ નરેન્દ્ર મોદી મય

GUJARAT NEWS DESK TEAM

POKમાં બર્બરતા છુપાવવા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ,વિદેશ મંત્રાલયે લગાવી આકરી ફટકાર

Leave a Comment