આંતરરાષ્ટ્રીય

‘ભારત ગ્રો મોર એચિવ મોરમાં માને છે, ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે’:મોદી

ન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા હેઠળ બુધવારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ, ઊર્જા, વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.
મેલબોર્નમાં યોજાયેલા “સ્ીઙ્મર્હ્વેહિી સ્ીીંજ સ્ર્ઙ્ઘૈ” કાર્યક્રમમાં હજારો ભારતીય સમુદાયના સભ્યો ઉમટી પડ્યા હતા. અંદાજે ૩૦,૦૦૦ ભારતીયોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ અગાઉ બે વખત સિડનીની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ મેલબોર્ન આવવાની તેમની લાંબા સમયથી ઇચ્છા હતી. તેમણે કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષમાં આ તેમની ઓસ્ટ્રેલિયાની ત્રીજી મુલાકાત છે અને આ “હેટ્રિક” ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોની વધતી મજબૂતાઈનું પ્રતિક છે.
તેમણે યાદ અપાવ્યું કે વર્ષ ૨૦૧૪ પહેલાં કોઈ ભારતીય વડાપ્રધાન લગભગ ૨૮ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા નહોતા. તે સમયે તેમણે વચન આપ્યું હતું કે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આટલો લાંબો અંતર ફરી નહીં રહે, અને આજે તે વચન પૂર્ણ થઈ રહ્યું છે.
પીએમ મોદીએ જણાવ્યું કે મેલબોર્ન એક એવું શહેર છે જ્યાં એક જ દિવસમાં ચાર ઋતુઓનો અનુભવ થાય છે. પરંતુ અહીં વસતા ભારતીયોએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીથી શહેરને વધુ રંગીન અને જીવંત બનાવી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ ઝલક જાેવા મળે છે.
તેમણે કહ્યું કે ઘણા ભારતીય પરિવારો વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યા છે અને હવે નવી પેઢી પણ અહીં આગળ વધી રહી છે. તેમ છતાં તેમની અંદર રહેલી ભારતીયતા આજે પણ એટલી જ જીવંત છે. અનેક પરિવારોનું જીવન જાણે બે અલગ-અલગ સમય ઝોન વચ્ચે ચાલતું હોય તેમ લાગે છે.
પીએમ મોદીએ ભારતીય સમુદાયની જીવનશૈલીનું રસપ્રદ વર્ણન કરતાં કહ્યું કે અહીંની દાળ અને શાકભાજી ભલે ઓસ્ટ્રેલિયાની હોય, પરંતુ તેનો સ્વાદ ભારતીય મસાલા અને તડકાથી જ આવે છે. સપ્તાહના અંતે મંદિરો, ગુરુદ્વારા અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભારતીયો જાેડાય છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે ગુરુદ્વારામાં અરદાસ, ભારતીય સંસ્કૃતિ અહીં આજે પણ એટલી જ જીવંત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મેલબોર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ પણ યોજાવાનો છે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે ૨૧મી સદીનું ભારત સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. એક સ્વપ્ન પૂર્ણ થાય છે તો તરત જ નવું સ્વપ્ન જન્મે છે અને દેશ નવી સિદ્ધિઓ તરફ આગળ વધે છે.

Related posts

POKમાં બર્બરતા છુપાવવા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ,વિદેશ મંત્રાલયે લગાવી આકરી ફટકાર

ન્યુ જર્સીમાં અસહ્ય ગરમી થી લોકો ત્રસ્ત

ઈરાન સાથે MOU ફાઇનલ નથી, જાે પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

ગાઝામાં યુદ્ધ વિરામ,  સમસ્યાઓ વિકરાળ..66 હજારથી વધુના મોત બાદ યુદ્ધ વિરામનું જ્ઞાન લાધ્યું. 

GUJARAT NEWS DESK TEAM

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મલેશિયાના પ્રધાનમંત્રી અને ક્યુબા રાષ્ટ્રપતિને મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment