આંતરરાષ્ટ્રીય

ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલાં જ લેબેનૉન પર ઈઝરાયેલે ઝીંક્યા બોમ્બ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સીધા યુદ્ધને રોકવા માટે એક મોટા કરારના અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના એક આક્રમક પગલાએ આખી શાંતિ પ્રક્રિયા પર સવાલો ઊભા કરી દીધા છે. ઈરાન સાથે પરદા પાછળ ચાલી રહેલી વાતચીત અને સામસામે હુમલા રોકવાના પ્રયાસો વચ્ચે, ઈઝરાયલી વાયુસેનાએ અચાનક લેબેનૉનના દક્ષિણ ભાગો પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક સ્તરે એ ચર્ચા તેજ થઈ છે કે શું નેતન્યાહૂ ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ વ્યૂહનીતિના એજન્ડાને બગાડવાના માર્ગે ચાલી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન સાથે જાેડાયેલો છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવને કાયમી ધોરણે પૂરો કરવા માટે ઐતિહાસિક કરારની ખૂબ નજીક છે. અમેરિકાની મધ્યસ્થતાને કારણે જ છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશોએ એકબીજાની મુખ્ય ધરતી પર સીધા મિસાઇલ હુમલા બંધ કર્યા હતા. પરંતુ આ કરાર ફાઇનલ થાય તે પહેલા જ ઈરાને ખૂબ કડક ચેતવણી આપી દીધી છે.
તેહરાને સત્તાવાર રીતે જણાવ્યું છે કે જાે ઈઝરાયલ દક્ષિણ લેબેનૉનમાં પોતાની આક્રમકતા ચાલુ રાખશે, તો ઈરાન ચૂપ નહીં બેસે અને ઈઝરાયલે તેનાથી પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબેનૉન અને હિઝબુલ્લાહની સુરક્ષા તેની પોતાની સંપ્રભુતા જેટલી જ મહત્ત્વની છે.
ઈરાનની સીધી ધમકી બાદ પણ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ અને તેમના સંરક્ષણ

Related posts

WEF ૨૦૨૬ સંપન્ન: વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર 

GUJARAT NEWS DESK TEAM

કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતું, છે અને ભવિષ્યમાં પણ હંમેશા રહેશે

કોલંબિયામાં ભૂકંપ બાદ ૧૩૨ના મોત, ૬ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ

GUJARAT NEWS DESK TEAM

POKમાં બર્બરતા છુપાવવા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ,વિદેશ મંત્રાલયે લગાવી આકરી ફટકાર

વડાપ્રધાન મોદી સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જોડાયા

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે.

Leave a Comment