રાષ્ટ્રીય

દારૂની દુકાનો બંધ કરવાના ર્નિણયથી ખુશ કમલ હાસને વિજયની ખૂબ પ્રશંસા કરીં,ભાઈએ પોતાનું વચન પૂરું કર્યું

મુખ્યમંત્રી બન્યા પછી, વિજયે રાજ્યમાં ૭૧૭ દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો. આ બધી દુકાનો મંદિરો, શાળાઓ અને બસ સ્ટેન્ડથી ૫૦૦ મીટરની અંદર હતી. વિજયે પોતાના પક્ષના પ્રચંડ વિજય બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ આ ર્નિણય લીધો હતો. આ પગલાને રાજ્યમાં મહત્વપૂર્ણ અને ખૂબ ચર્ચાસ્પદ માનવામાં આવી રહ્યું છે.
આ ર્નિણય પર કમલ હાસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પ્રતિક્રિયા આપી. તેમણે વિજયને “ભાઈ વિજય” તરીકે સંબોધ્યા અને આ પગલાને તમિલ પરિવારોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીના પ્રતિભાવ તરીકે વર્ણવ્યું.
કમલ હાસને તેમની પોસ્ટમાં લખ્યું, “મંદિરો, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો દૂર કરવાની તમિલ પરિવારોની અપેક્ષા મુખ્યમંત્રી ભાઈ વિજયે પદ સંભાળતાની સાથે જ પૂર્ણ કરી છે.”
તેમણે વધુમાં કહ્યું કે સરકારે ધીમે ધીમે દારૂના વેચાણ પરની તેની ર્નિભરતા ઘટાડવી જાેઈએ અને તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માટે કામ કરવું જાેઈએ. કમલ હાસને એમ પણ કહ્યું કે ૭૧૭ દુકાનો બંધ કરવી એ ફક્ત શરૂઆત છે અને આ સંખ્યા વધુ વધારવી જાેઈએ. તેમણે પોતાની પોસ્ટનો અંત લખીને કર્યો, “આ પહેલ ચાલુ રહેવી જાેઈએ.” અભિનંદન.’
નોંધનીય છે કે વિજય ફિલ્મ ‘જાના નાયકન‘માં જાેવા મળશે. આ વિજયની છેલ્લી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ મૂળ ૯ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર સર્ટિફિકેટ સમયસર ન મળવાને કારણે તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મમાં મમિતા બૈજુ, પૂજા હેગડે અને બોબી દેઓલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે.

Related posts

જબલપુરમાં મોટી દુર્ઘટના ૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

વડાપ્રધાન મોદીનું આશ્વાસન: ભવિષ્યમાં પેપર લીક રોકવા ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશ

પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

GUJARAT NEWS DESK TEAM

રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે : નૃપેન્દ્ર મિશ્રા

Leave a Comment