ગુજરાત

૩૦ જુલાઈ અને ૧ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો અત્યાર સુધી અતિભારે વરસાદ પડ્યો છે. સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે અમદાવાદમાં પણ એક દિવસમાં ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ છે. સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજસ્થાનમાં લો પ્રેશર બન્યું હોવાને કારણે રાજ્યમાં વરસાદ પડ્યો હત.
હવામાન વિભાગે જણાવ્યું કે આગામી સપ્તાહે પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરને કારણે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩૦ જુલાઈની આસપાસ ગુજરાતમાં તેની અસર થશે. એક સમયે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ૩૦ જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો ૧ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે અત્યાર સુધી સિઝનનો કુલ ૧૨ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતા ૪૫ ટકા વધુ વરસાદ પડ્યો છે.

Related posts

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ "પહલા કદમ સ્કૂલ" ની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

નિરવ બક્ષી દ્વારા મનપાના બજેટમાં નશા મુક્ત કેન્દ્રો શરૂ કરવા રજૂઆત

GUJARAT NEWS DESK TEAM

ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામા ડાંગના માજી રાજવીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલ

રિલાયન્સના ચેરમેન મૂકેશ  અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

GUJARAT NEWS DESK TEAM

પસાર થયેલું UCC બિલ ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું મક્કમ ડગલું – જગદીશ વિશ્વકર્મા

Leave a Comment