ગુજરાત

ઘરમાં સૂતા વૃદ્ધાને દીપડો દોઢ કિમી દૂર જંગલમાં ખેંચી ગયા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં દીપડાના આતંકે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વહેલી સવારે ઘરમાં સૂઈ રહેલી એક વૃદ્ધ મહિલાને દીપડો ખેંચી જતાં મોત નિપજ્યું છે. સતત થઈ રહેલા હુમલાઓને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી કાર્યવાહી શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે રહેતા રાહલીબેન રેવજીભાઈ નાયક ઉંમર વર્ષ ૬૫ પોતાના ઘરના પાછળના ભાગે આવેલી અડાળીમાં સૂતા હતા. તે દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કરી તેમને ઘરેથી અંદાજે એકથી દોઢ કિલોમીટર દૂર જંગલ તરફ ખેંચી લઈ જઈ મારણ કર્યું હતું. દીપડાએ વૃદ્ધા પર કરેલ હુમલામાં વૃદ્ધાનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.
નોંધનીય છે કે, રાયસીંગપુરા ગામ એ જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે. અને જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે. જંગલ વિસ્તાર હોવાના કારણે દીપડો માનવ વસ્તીમાં આવીને હુમલો કર્યો હતો. જેના કારણે આ ઘટના બનવા પામી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં ભયનો માહોલ છે. ગ્રામજનો રાત્રિના સમયે તો શું, દિવસ દરમિયાન પણ એકલા બહાર નીકળતા ડરી રહ્યા છે. ગામ લોકોના જણાવ્યા મુજબ લગભગ ત્રણ મહિના પહેલાં પણ આ જ વિસ્તારમાં દીપડાના હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું. હવે ફરી એકવાર વૃદ્ધ મહિલાનો જીવ જતાં લોકોમાં ભારે રોષ અને ચિંતા જાેવા મળી રહી છે. ગામ લોકોએ દીપડાને વહેલી તકે પકડી પાડવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ સ્થળ પર પહોંચી હતી. અને દીપડાને પકડી પાડવા માટે પાંજરા ગોઠવી સઘન કોમ્બિંગ હાથ ધર્યું છે. સાથે જ ગ્રામજનોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

Related posts

અમરેલી: યુવાનને ફાડી ખાનાર ચારેય સિંહોને આજીવન કેદ

સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે ૩૦૦ મણ ખરીદી કરે : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

ભારે વરસાદની શક્યતા ના પગલે તંત્ર સ સજ્જ

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં અનરાધારઃ બનાસકાંઠામાં રેડ એલર્ટ ….

GUJARAT NEWS DESK TEAM

આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: અમિત શાહ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment