ગુજરાત

સુવર્ણ નવરાત્રીના આયોજકો પર GST વિભાગનો દરોડો, સુરત-અમદાવાદમાં ફફડાટ

સુવર્ણ નવરાત્રીના આયોજકો પર GST વિભાગનો દરોડો, સુરત-અમદાવાદમાં ફફડાટ

સુરત અને અમદાવાદમાં ચાલી રહેલી ભવ્ય ‘સુવર્ણ નવરાત્રી’ના આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે મોટાપાયે દરોડા પાડ્યા છે. ખાસ કરીને ગરબાના પાસ અને ટિકિટોના બેફામ વેચાણને લઈને વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે ગરબા આયોજન ક્ષેત્રે ભારે હડકંપ મચ્યો છે.

માહિતી મુજબ, 10થી વધુ અધિકારીઓની સંયુક્ત ટીમે આ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મુખ્યત્વે એવા આયોજનો પર થઈ જ્યાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી, ઉમેશ બારોટ અને પૂર્વા મંત્રી જેવા લોકપ્રિય કલાકારોના ગરબા યોજાયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ,સુરતમાં ઉમેશ બારોટના ‘સુવર્ણ નવરાત્રી’ અને આદિત્ય ગઢવીના ‘રંગ મોરલો’અમદાવાદમાં જીગરદાન ગઢવીના ‘સ્વર્ણિમ નગરી ગરબા’ અને પૂર્વા મંત્રીના ‘સુવર્ણ નવરાત્રી’માં તપાસ હાથ ધરવામાં આવી છે.

GST વિભાગના અધિકારીઓએ પાસ-ટિકિટ વેચાણ અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ, આ મોટા આયોજકો દ્વારા મળતી આવક પર પૂરતો ટેક્સ ન ભરવામાં આવ્યો હોવાની શંકા છે.

નવરાત્રિના ગરબા આયોજનોમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે, ખાસ કરીને સીઝન પાસ અને એન્ટ્રી પાસના વેચાણથી થતી આવક સીધી GSTના દાયરામાં આવે છે. આ કારણે વિભાગે પગલા લીધા છે.

આ દરોડાની અસર રૂપે અન્ય નાના-મોટા ગરબા આયોજકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્પષ્ટ સંકેત છે કે તહેવારો દરમિયાન થતા મોટા આર્થિક વ્યવહારો પર સરકારની ચાંપતી નજર રહેશે. તપાસ પૂર્ણ થયા બાદ મોટી ટેક્સ ચોરી બહાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ 

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

કચ્છમાં લવ જેહાદ અને પોક્સો કેસમાં ભુજ કોર્ટે મોટો ચુકાદો આપ્યો

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬.૦૯ લાખ મતદારોની મોટી વોટ ચોરીઃચાવડા

GUJARAT NEWS DESK TEAM

સમગ્ર દેશના ખેડૂતોને કેન્દ્રની પાક વિમા યોજનાનો લાભ મળે છે જયારે ગુજરાત એક માત્ર રાજ્ય જ્યાં આ યોજના અમલમાં નથીઃશક્તિસિંહ

સોમનાથમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતા સ્વાર્થી તત્વોનું કૃત્ય અશોભનીય: શ્રી સોમનાથ ટ્રસ્ટ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment