રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીનો ઝ્રસ્ રેવંત રેડ્ડીને રમૂજી જવાબ ‘જાે ગુજરાતવાળી ફોર્મ્યુલા લગાવું, તો તેલંગાણાને મળતી મદદ અડધી થઈ જશે!’


હકીકતમાં, એક કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ ગુજરાત મોડલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જે રીતે પૂર્વ પીએમ મનમોહન સિંઘે મુખ્યમંત્રી રહેતી વખતે મોદીજીની મદદ કરી હતી, તેવી જ રીતે પીએમ મોદી પણ તેલંગાણાને આશીર્વાદ આપે અને વિકાસમાં સાથ આપે. આના પર પીએમ મોદીએ રમુજી અંદાજમાં કહ્યું કે, જાે હું ગુજરાતવાળો ફોર્મ્યુલા (તે સમયની કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ) લાગુ કરી દઉં, તો તેલંગાણાને આજે જે મળી રહ્યું છે, તે અડધું થઈ જશે.
ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યા પછી કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “હવે, રેવંતે કહ્યું હતું કે આપણે રાજનીતિ વિશે વાત નહીં કરીએ, તેથી હું પણ આ વિશે વાત નહીં કરું અને તેથી, હું રેવંત સાથે બિન-રાજકીય બાબતો પર વાત કરીશ અને તેથી, હું એ કહેવા માગીશ કે હું તમને તે બધું જ આપવા માટે તૈયાર છું, જેટલું ભારત સરકારે પોતાના ૧૦ વર્ષના શાસનકાળમાં ગુજરાતને આપ્યું છે, પરંતુ મારી જાણકારીના આધારે હું તમને કહી શકું છું કે જાે હું આવું કરીશ, તમને જે કંઈ પણ મળી રહ્યું છે, તે અડધું રહી જશે. તમે જ્યાં પણ પહોંચવા માગો છો, ત્યાં પહોંચી નહીં શકો…”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદના ૐૈંઝ્રઝ્રમાં ડિજિટલ માધ્યમથી તેલંગાણામાં અંદાજે ૯,૪૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ, મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને અન્ય ઘણા નેતાઓ હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર (ૐૈંઝ્રઝ્ર)માં ઉપસ્થિત રહ્યા હતા.
ઁસ્ મોદીએ અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેમાં હૈદરાબાદ-પણજી આર્થિક કોરિડોર પર ગુડેબેલ્લુરથી મહેબૂબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૬૭ને ફોર લેન બનાવવાનો સમાવેશ થાય છે. તેમણે રેલવેના કાઝીપેટ-વિજયવાડા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટના વિવિધ સેક્શન, હૈદરાબાદમાં ગ્રીનફિલ્ડ ર્ઁંન્ (પેટ્રોલિયમ, તેલ, લુબ્રિકન્ટ્સ) ટર્મિનલ, કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસ અને વારંગલમાં પીએમ મિત્ર પાર્ક (કાકતીય મેગા ટેક્સટાઈલ પાર્ક)નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અંદાજે ૧,૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કાકતીય મેગા ટેક્સટાઈલ પાર્ક ભારતનો પહેલો સંપૂર્ણ રીતે કાર્યરત પીએમ મિત્ર પાર્ક છે.

Related posts

ઉત્તરાખંડ વિધાનસભાનું બે દિવસનું ખાસ સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિનું સંબોધન

GUJARAT NEWS DESK TEAM

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્રTET એક્ઝામ મોકૂફ

દારૂની દુકાનો બંધ કરવાના ર્નિણયથી ખુશ કમલ હાસને વિજયની ખૂબ પ્રશંસા કરીં,ભાઈએ પોતાનું વચન પૂરું કર્યું

સેબી ક્લીન ચીટ: અદાણી કહે છે કે કપટી રિપોર્ટનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવનારાઓએ માફી માંગવી જોઈએ

GUJARAT NEWS DESK TEAM

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યા

આતંકવાદના ખાતમા માટે સેના સરહદ પાર કરવા તૈયાર

Leave a Comment