રાષ્ટ્રીય

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યુ

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી સંચિતા ઉગલેએ આપઘાત કર્યો છે. તે ૩૦ વર્ષની હતી. સંચિતા મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં સ્થિત અચોલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. આ ઘટના કાલે સાંજે ૬.૩૦ કલાકથી ૭.૩૦ કલાક વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. તો અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.
પોલીસે જણાવ્યું કે અભિનેત્રી પોતાના માતા-પિતા અને બહેનની સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું કે સંચિતાએ સાડીથી ફાંસી લગાવી આપઘાત કર્યો છે. પોલીસે આગળ જણાવ્યું કે તેની પાસે કોઈ પ્રકારની નોટ મળી નથી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જાણકારી પ્રમાણે સંચિતા ઉગલે પોતાના માતા-પિતા અને ૧૫ વર્ષીય નાની બહેન સાથે આચોલે ગામ સ્થિત નિવાસ્થાને રહેતી હતી. રવિવારે સાંજે આશરે ૫.૩૦ કલાકે તેની બહેન અંજલી કોઈ કામથી ઘરેથી બહાર ગઈ હતી. તે સમયે ઘરે કોઈ હાજર નહોતું. આ દરમિયાન સંચિતાએ આપઘાત કર્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પરિવારજનો અને સ્થાનીક લોકોની મદદથી તેને તત્કાલ મહાનગરપાલિકાની હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.
સંચિતા ઉગલે ટીવી અને ફિલ્મ જગતનો એક જાણીતો ચહેરો હતો. તેણે ફિલ્મ દિલવાલી દૂલ્હા લે જાએગી માં સુકૂનનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ફિલ્મ છાવામાં તેણે તારાબાઈની ભૂમિકા ભજવી હતી. સંચિતાએ કુમકુમ ભાગ્ય અને વાગલે કી દુનિયા જેવી ટીવી સીરિયલોમાં અભિનય કર્યો હતો, જેનાથી તેને દર્શકો વચ્ચે લોકપ્રિયતા મળી હતી.
હાલ સંચિતા ઉગલેના આપઘાત પાછળ કોઈ કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ તમામ પાસાને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે. શરૂઆતી તબક્કામાં સ્યુસાઇડ નોટની જાણકારી સામે આવી નથી. પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ પરિવારજનો અને અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે.ં

Related posts

આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના ૧૨ ઠેકાણે દરોડા

GUJARAT NEWS DESK TEAM

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્રTET એક્ઝામ મોકૂફ

રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે : નૃપેન્દ્ર મિશ્રા

દારૂની દુકાનો બંધ કરવાના ર્નિણયથી ખુશ કમલ હાસને વિજયની ખૂબ પ્રશંસા કરીં,ભાઈએ પોતાનું વચન પૂરું કર્યું

Leave a Comment