ગુજરાત

જાંબુઘોડા તાલુકામાં ભાજપના નેતા મયંક દેસાઈ સામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કોણ દબાવે છે? :  અમિત ચાવડા

જાંબુઘોડા તાલુકામાં ભાજપના નેતા મયંક દેસાઈ સામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કોણ દબાવે છે? : અમિત ચાવડા

  • ભાજપના નેતાઓ મયંક દેસાઈ, બચુભાઈ ખાબડને ત્યાં ED, ઇન્કમટેક્સ અને GST ની રેડ ક્યારે પડશે: અમિતભાઈ ચાવડા
  • મનરેગા કૌભાંડને ખુલ્લું પાડનાર ઉપર કૌભાંડીઓ જાનલેવા હુમલા કરાવે છે, પોલીસ ગુંડાઓને છાવરે છે: શ્રી અમિતભાઈ ચાવડા
  • ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપની (GFL)ના ઝેરી ગેસ, પ્રદુષિત પાણી અને બ્લાસ્ટને કારણે અનેક લોકોના મોત અને લોકોને હિજરત કરવી પડે એવી સ્થિતિ, તેમ છતા હપ્તા લેતી સરકાર ચૂપ: શ્રી અમિતભાઈ ચાવડા
  • આદિવાસીઓનાં પ્રશ્નો, મનરેગા કૌભાંડ અને નલ સે જલના ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા કૂચ કરવા તૈયાર રહો : શ્રી અમિતભાઈ ચાવડા
  • હાલોલ, કાલોલના ઉદ્યોગોમાં સ્થાનિકોને ૮૫% રોજગારી મળતી નથી, કામદારોનું શોષણ થાય છે : શ્રી અમિતભાઈ ચાવડા
  • ભાજપના નેતાઓએ મનરેગા યોજનામાં કૌભાંડ કરીને પોતાના ખિસ્સા ભર્યા છે, પરંતુ જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે એક એક ભ્રષ્ટાચારીને વીણી વીણીને જેલમાં નાખીશું : ડૉ. તુષારભાઈ ચૌધરી

                જન આક્રોશ યાત્રાના દસમા દિવસની શરૂઆત બોડેલીથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા ખાંડીવાવ, જાંબુઘોડા, શિવરાજપુર, પાવાગઢ, ઘોઘંબા, અરાડ, તરખાંડા, હાલોલ, અલીન્દ્રા ચોકડી માર્ગે કાલોલ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.

                આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 42 હજારની વસ્તી છે, 26 ગ્રામ પંચાયતો અને 1 જિલ્લા પંચાયતની સીટ છે. અહીંયા 4 વર્ષમાં મનરેગા યોજનામાં 300 કરોડનો ખર્ચ થયો છે, જેમાંથી 216 કરોડ માત્ર મટીરીયલ ખર્ચ થયો છે. આખા દેશમાં ખર્ચનો રેશિયો 40 ટકા મટીરીયલ અને 60 ટકા લેબરનો છે, પરંતુ અહીં મટીરીયલ માટે 78 ટકા અને લેબર માટે માત્ર 22 ટકા ખર્ચ થયો છે. કારણ કે અહીં ભાજપના નેતા મયંક દેસાઈની 4 એજન્સીઓ મારફતે 200 કરોડ કરતા વધુનું મટીરીયલ સપ્લાય કરવામાં આવ્યું છે. આ 4 એજન્સીઓ અનુક્રમે ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ એન્ટરપ્રાઈઝ, ગિરિરાજ સપ્લાયર્સ અને જય માતાજી સપ્લાયર્સના નામે રજિસ્ટ્રેશન થયેલી છે, જેના માલિકો અનુક્રમે મયંક દેસાઈ, જીગ્નેશ દેસાઈ, કેતુબેન દેસાઈ અને છત્રસિંહ છે. આ ચારેય એજન્સીઓ જે મયંક દેસાઈના પરિજનો અને એમના મળતિયાઓની છે જેને મળીને 100 કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે.  સ્થળ પર કામ થયું નથી જેના પુરાવા પણ છે. આ બાબતે રજૂઆતો કરવામાં આવી પુરાવાઓ પણ આપવામાં આવ્યા છતાં પ્રશાસન દ્વારા કોઈ તપાસ થતી નથી, જેના કારણે જનતામાં ભારે આક્રોશ છે. જનતા ભ્રષ્ટાચારીઓને જેલમાં મૂકવાની માંગ કરી રહી છે.

                ગુજરાત ફ્લોરો કંપનીમાંથી પ્રદૂષિત ઝેરી ધુમાડો નીકળે છે, જેના કારણે અનેક લોકોના મોત થયા છે અને જિલ્લાનું પ્રદૂષણ વધ્યું છે. એ કંપની સામે પણ કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે, પરંતુ હપ્તાખોર સરકાર કોઈ પગલા લઈ રહી નથી. ઉપરાંત સ્થાનિક યુવાઓને રોજગાર નથી મળતો અને કામદારોનું શોષણ થાય છે. જિલ્લામાં આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલાઓ નથી મળતા અને સરકાર દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે. ચારેતરફ લૂંટ ચાલી રહી છે અને ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા સામે કેસ કરવામાં આવે છે, હત્યાઓ કરાવવામાં આવે છે અને યેનકેન પ્રકારે દબાવવામાં આવે છે, પરંતુ આગામી સમયમાં આ બધાનો હિસાબ થશે અને આવા લોકોને છોડવામાં નહીં આવે.

વધુમાં જિલ્લામાં મનરેગા હોય કે નલ સે જલ યોજના, તમામ યોજનાઓમાં ભાજપના નેતાઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કારણ કે એમના સામે કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ એમને જણાવવાનું કે બાજુના જિલ્લાના દેવગઢ બારિયામાં મંત્રી પુત્રોને પણ આવી જ હવા હતી. એમને પણ મનરેગા કૌભાંડમાં જેલમાં જવું પડ્યું અને એમના પિતાનું મંત્રીપદ પણ ગયું. આગામી સમયમાં મંત્રી પણ જેલમાં જશે, એમને કોઈ બચાવી નહીં શકે.

CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારોએ હંમેશા ગરીબોનું ભલું કર્યું છે. કોંગ્રેસની સરકારે દર મહિને 5 કિલો મફત અનાજનો કાયદો લાવ્યો, જંગલમાં રહેતા આદિવાસીઓને જમીન આપવાનો કાયદો લાવ્યો અને મફત શિક્ષણનો કાયદો લાવ્યો. ઉપરાંત ગરીબ વર્ગના લોકોને 100 દિવસ રોજગારીની ગેરંટી મનરેગા યોજનાથી સુનિશ્ચિત કરી, પરંતુ ભાજપના લોકોએ આ યોજનાઓમાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો અને પોતાના ખિસ્સાઓ ભર્યા. જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે એક એક ભ્રષ્ટાચારીને જેલભેગા કરીશું.

આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી, પૂર્વ વિપક્ષ નેતા શ્રી સુખરામભાઈ રાઠવા, પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શ્રી શશિકાંત રાઠવા, પૂર્વ મંત્રી શ્રી ભીખાભાઈ રબારી, શ્રી ઉદેસિંહ બારીયા, શ્રી અજીતસિંહ ભટ્ટી, શ્રી રફીકભાઈ તીજોરીવાલા, શ્રી કિર્તીરાજસિંહ રાણા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી સોમાભાઈ રાઠવા, શ્રી સલીમભાઈ મીર, શ્રી ભુપેન્દ્રસિંહ ખેર, શ્રી ભુપેન્દ્ર પરમાર, શ્રી ઈમ્તિયાઝ સુજેલા, શ્રી નસીબદારભાઈ, શ્રી કાજલબેન પરમાર, શ્રી નરસિંહભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા..

Related posts

રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’,  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન

GUJARAT NEWS DESK TEAM

હડદડ ગામના પીડિત પરિવારો સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ફોન પર વાતચીત કરી

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમીક્ષા તથા સેન્સ પ્રક્રિયાનું આયોજન

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર, વિજ્ઞાનમાં 84.33% સામાન્ય પ્રવાહમાં 92.71% પરિણામ, માર્કશીટ ઓનલાઇન ઉપલબ્ધ

અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment