ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ રસપૂર્વક નિહાળ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓએ રસપૂર્વક નિહાળ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નીહાળ્યો હતો.

 

આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળીયા, નરેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહિતના મંત્રીમંડળના સભ્યશ્રીઓ પણ સહભાગી થયા હતા.

 

અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

 

‘નમોત્સવ’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાંથી પ્રેરણા લઈ, રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ સુંદર રીતે રજૂ થયો હતો.

 

આ પ્રસંગે જાણીતા કલાકાર શ્રી સાંઈરામ દવે સહિત કુલ ૧૫૦ કલાકારોએ પોતાની કલાત્મક રજૂઆત દ્વારા ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, સેવા, સંકલ્પ, સંસ્કાર અને વિકાસનાં મૂલ્યોને કલાત્મક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.

 

સંસ્કારધામના ચેરમેન શ્રી ડૉ. આર.કે. શાહે સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ પણ ગ્રહણ કર્યાં હતાં. 

 

આ કાર્યક્રમને રાજ્યકક્ષાના મંત્રીઓ સર્વશ્રી મનીષાબેન વકીલ, રમેશભાઈ કટારા, પ્રવિણભાઈ માળી, ડૉ. જયરામભાઈ ગામિત, કમલેશભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર, પી.સી. બરંડા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ મંત્રીશ્રીઓ, ફિલ્મ દિગદર્શક શ્રી આશુતોષ ગોવારિકર, ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય ઝાઝુ, શ્રી અજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

Related posts

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

GUJARAT NEWS DESK TEAM

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

અમે ગુજરાતમાં નશામુક્તિ અભિયાન ચલાવીશું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

ઈડી પાર્ટીની સરકાર ચૈતર વસાવાની જીત સહન કરી શકી નહીં અને બદલો લેવા માટે ખોટા કેસમાં સજા કરાવી દીધી- ગોપાલ રાય

પશ્ચિમ રેલવે એ માલ પરિવહનમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment