ગુજરાત

મહેસાણા હાઈ-વે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો; લકઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ, ૨ના મોત

ઉત્તર ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ પાસે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સઈડથી આવતી એક લકઝરી બસે કેળા ભરેલી ટ્રકને જાેરદાર ટક્કર મારતા બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૩ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત મોડી રાત્રે ૩ વાગ્યાના અરસામાં થયો હતો. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જાેધપુર તરફ જઈ રહી હતી. તે સમયે અમદાવાદ તરફ જતી એક લકઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
ટ્રક ડ્રાઈવર તુલસીરામે આ ઘટનાની આપવીતી જણાવતા કહ્યું કે, લકઝરી બસ અચાનક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી. પૂરપાટ ઝડપે આવતી બસે સામેથી આવતી કેળા ભરેલી ટ્રકને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે લકઝરી બસ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં ૨ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. બસમાં સવાર આશરે ૧૩ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે ડ્રાઈવરને જાેકું આવી ગયું હોવાને કારણે અથવા ગતિ મર્યાદા બહાર હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Related posts

રિલાયન્સના ચેરમેન મૂકેશ  અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

GUJARAT NEWS DESK TEAM

હિંમતનગરમાં વિકાસના નામે હુડા ખેડુતોની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

તેરાપંથીસમાજ હોલ ખાતે રાજસ્થાન યુવા મંચ અને રાજસ્થાન સાંસ્કૃતિક મંચ દ્વારા શંકર ચૌધરી અને રાજસ્થાનના સ્પીકર નો સન્માન સમારંભ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

રાજયમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ-એસડીઆરએફની ૪૯ ટીમો તહેનાત

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

Leave a Comment