બિઝનેસ

અદાણી પોર્ટસનાવિઝિંજામ બંદરમાંMSC ગ્રુપ૪૯% હિસ્સો ખરીદી ૨.૮૫અબજ ડોલરનું રોકાણ કરશે

ભારતની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિતપરિવહન સંચાલક કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને દુનિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની મેડિટેરેનિઅન શિપીંગ કંપની (MSC) સમૂહે એક કરેલા  નિશ્ચિત કરાર હેઠળ MSC, તેની કન્ટેનર ટર્મિનલ ઓપરેટિંગ અને ઇન્વેસ્ટિંગ (TiL) પાંખમારફત અદાણી વિઝિંજામ પોર્ટ પ્રા. લિ. (AVPPL)માં ૪૯% હિસ્સા સમકક્ષ.૨.૮૫ અબજ ડોલરનું માતબર રોકાણ કરશે, જે વિઝિંજામ પોર્ટ માટે કન્સેશનર છે. ભારતીય પોર્ટ આંતરમાળખામાં એકમાત્ર સૌથી મોટું વિદેશી ખાનગી રોકાણ પ્રસ્તુત કરતોઆ વ્યૂહાત્મક સહયોગ હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિઝિંજામના પ્રબળ ટ્રાન્સશિપમેન્ટ ગેટવે તરીકે મજબૂત રીતે ઉભરશે.આ કરાર નિયમનકારી મંજૂરીઓ સહિત પરંપરાગત મંજૂરીઓને આધીન છે.

આ માહિતી આપતા અદાણી પોર્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ.શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ગતિએ વિકાસકરીને અગ્રણી ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે ઉભરી આવેલા વિઝિંજામ બંદરે તેની૧૮મહિનાની કામગીરીમાં ૨મિલિયન TEUs કાર્ગોનું વોલ્યુમ સંચાલન પાર કરવાની ગરિમા હાંસલ કરનાર પ્રથમ ભારતીય બંદર બન્યું છે,તેમણે ઉમેર્યું હતું કેઅમે બંદરના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છીએત્યારે MSC સાથે અદાણી પોર્ટસની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને વિઝિંજામ સુધી વિસ્તારવાની અત્યંત ખુશી છે. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અમારું જોડાણ વૈશ્વિક સ્તરે પુરવઠાની હરોળની કાર્યક્ષમતામાં ઉમેરો  કરીને મુખ્ય વૈશ્વિક પરિપક્વ અને વિકાસશીલ બજારોમાં ભારતની પહોંચમાં સુધારો કરશે.

અદાણી પોર્ટસ અને MSC સમૂહ વચ્ચેના વ્યૂહાત્મક સહયોગથી વધારાના કાર્ગોના વોલ્યુમનું પરિવહનનું ઝડપી સંચાલન અનેવોલ્યુમની દૃશ્યતા વધશે.મોટાભાગે સ્પર્ધાત્મક દક્ષિણપૂર્વ એશિયાઈ ટ્રાન્સશિપમેન્ટ હબ પર આધારિત બાંગ્લાદેશ કાર્ગોના મોટા હિસ્સાને આકર્ષી શકાશે.તે સાથે પૂર્વ આફ્રિકાના વેપાર માર્ગો પર કંપનીની હાજરી મજબૂત બનશે. આ ભાગીદારીથી થતા આ ફાયદાઓ ઉપરાંત એલિવેટેડ રિલે કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર સુધારાઅદાણી પોર્ટસની ક્ષમતાને ઉંચે લઇ જશે.

MSC ગ્રુપનો એક ભાગ અને દુનિયાના સૌથી મોટા કન્ટેનર ટર્મિનલ ઓપરેટરોમાંનું એક TiLપાંચ ખંડોમાં એકસોથી વધુ કન્ટેનર ટર્મિનલનો કાફલા સાથે વાર્ષિક ૭૦ મિલિયન TEUs થી વધુનું થ્રુપુટ હાંસલ કરે છે.

ડિસેમ્બર ૨૦૨૪માં કાર્યરત થયેલ ૧.૬ મિલિયન TEUનીક્ષમતા ધરાવતું વિઝિંજામ બંદર ભારતનું પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા ટ્રાન્સશિપમેન્ટ બંદર છે. આ બંદરનું હાલ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં તેની ક્ષમતા સાડા ત્રણ ગણી વધારીને ૫.૭ મિલિયન TEUs થશે. યુરોપ, પર્સિયન ગલ્ફ અને દૂર પૂર્વને જોડતા પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટથી માત્ર ૧૦ નોટિકલ માઇલ દૂર વ્યૂહાત્મક રીતે સ્થિતવિઝિંજામ બંદરમાં ૧૮-૨૦ મીટરનો કુદરતી ડ્રાફ્ટ, ૨.૯ કિમી બ્રેકવોટર, ૮૦૦ મીટર બર્થ અને અદ્યતન માળખાકીય સુવિધાઓમાં ૮ ક્વે ક્રેન અને ૨૪ સંપૂર્ણ સ્વચાલિત યાર્ડ ક્રેનનો સમાવેશ થાય છે. ભારતના પ્રથમ સ્વચાલિત બંદર તરીકેવિઝિંજામ અત્યાધુનિક કન્ટેનર હેન્ડલિંગ સિસ્ટમ્સ, વિશ્વ-સ્તરીય IT પ્લેટફોર્મ અને AI-સક્ષમ સ્વદેશી વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (VTMS) ને ઓપરેશનલ કાર્યક્ષમતા, સલામતી અને વિશ્વસનીયતા વધારવા માટે સાંકળે છે.

ગત નાણાકીય વર્ષ દરમિયાનવિઝિંજામ બંદરે ૧.૩મિલિયન TEUsનું સંચાલન કર્યું હતું. તેના પહેલા વર્ષમાં આ બંદરે ૧.૩મિલિયન TEUs અને ૬૧૫જહાજોનું સંચાલન કરી૧મિલિયન TEUનુંસીમાચિહ્ન પાર કરનાર સૌથી ઝડપી ભારતીય બંદર બન્યું છે. ૧૮ મહિનામાંવિઝિંજામ બંદરે ૨૦ લાખ TEUsઅને ૯૫૦ જહાજોના પરિવહનના આંકને વટાવી એક વધુ રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. જૂન ૨૦૨૬માંવિઝિંજમે તેના ૧૦૦૦મા જહાજનું આવકાર્યું હતું૩૦૦ મીટરથી વધુ લંબાઈવાળા ૨૮૩ જહાજો અને ૧૬ મીટરથી વધુ ડ્રાફ્ટની જરૂર હોય તેવા ૯૮ જહાજો સાથેવિઝિંજામ બંદરે ભારતીય બંદરોમાં સૌથી વધુ ૭૦ થી વધુ અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) નું સંચાલન કર્યું છે.

Related posts

અદાણીએરપોર્ટ્સવૈશ્વિકરોકાણકારોપાસેથી આશરે યુએસડોલર ૧ અબજની પ્રાથમિકઇક્વિટી ઉભી કરશે

GUJARAT NEWS DESK TEAM

એડીસી બેન્કની ૧૦૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ એડીસી બેન્કે રૂ. ૨૦,૨૧૨ કરોડથી વધુના બિઝનેસ સાથે નવો ઈતિહાસ રચ્યો

ભારત-રશિયા ફાર્મા સંબંધોને મજબૂત કરવા રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાતે 

GUJARAT NEWS DESK TEAM

દાવોસમા અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં PLASTFOCUS 2027નું લોન્ચિંગ: ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક મંચ સાથે જોડવાની નવી પહેલ

GUJARAT NEWS DESK TEAM

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો જાહેર એકીકૃત EBITDA રૂ. 7,688 કરોડ: એકીકૃત કર પહેલાનો નફો PBT રૂ. 2,281 કરોડ: AEL બોર્ડે રૂ.25,000 કરોડના રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment