ગુજરાત

સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે ૩૦૦ મણ ખરીદી કરે : અમિત ચાવડા

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા દ્વારા મગફળી પકવતા ખેડૂતોને થઇ રહેલા અન્યાય અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ખેડૂતોને ન્યાય માટે માંગ કરી.
• સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે ૩૦૦ મણ ખરીદી કરે : શ્રી અમિતભાઈ ચાવડા
• કોંગ્રેસ શાસિત કર્ણાટક અને તેલંગાણા દ્વારા વાર્ષિક ૩૨૦૦૦ રૃપિયા સીધા ખેડૂતો ના ખાતા માં જમા થાય છે તેવી યોજના ગુજરાતમાં લાગુ કરે : શ્રી અમિતભાઈ ચાવડા
• ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી ૧૫ ઓક્ટોબર ખેડૂતો ના હક્ક અધિકારોના મુદ્દે સૌરાષ્ટ્રના તાલુકા મથકો ઉપર ખેડૂત વિરોધી ભાજપ સામે કાર્યક્રમ આપવા માં આવશે. : શ્રી અમિતભાઈ ચાવડા
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતોને થઇ રહેલા અન્યાય અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. સરકાર દ્વારા ખેડૂત દીઠ માત્ર ૭૦ મણ મગફળી ટેકાના ભાવ ખરીદી ની જગ્યાએ સરકારએ ખેડૂત દીઠ ૩૦૦ મણ ખરીદીની માંગ કરી છે. સરકાર દ્વારા જો ટેકા ના ભાવે મગફળી ખરીદી ના કરે તો ૧,૩૫,૦૦૦ રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતો ના ખાતા માં બજાર ભાવ અને ટેકા ભાવના ભાવફેરના રૂપિયા સીધા જમા થાય તેવી માંગ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા જ નિમાયેલી કમિટી ” ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી”એ આપેલા અહેવાલ મુજબ સરકાર દ્વારા ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ. કોંગ્રેસ શાસિત કર્ણાટક અને તેલંગાણા દ્વારા વાર્ષિક ૩૨૦૦૦ રૃપિયા સીધા ખેડૂતો ના ખાતા માં જમા થાય છે તેવી યોજના ગુજરાતમાં લાગુ કરવી જોઈએ.  ગુજરાતના મગફળી પકવતા ખેડૂતોના ન્યાય માટે સમગ્ર સૌરાષ્ટ્ર  માં ખેડૂતો પાસે થી ૩૦૦ મણની ટેકા ના ભાવે ખરીદી માટે સમર્થન પત્ર લખાવવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી ૧૫ ઓક્ટોબર ખેડૂતો ના હક્ક અધિકારોના મુદ્દે સૌરાષ્ટ્રના તાલુકા મથકો ઉપર ખેડૂત વિરોધી ભાજપ સામે કાર્યક્રમ આપવા માં આવશે.
ખેડૂતો ની આવક બમણી કરવાની વાત કરનારી ભાજપએ ખેડૂતોના ખર્ચા બમણા કરી દીધા છે. ભાજપ સરકાર એ કમોસમી વરસાદ નો ભોગ બનનાર ખેડૂતો માટે કોઈ પણ પ્રકાર રાહત પેકેજ જાહેરાત નથી કરી. કેન્દ્ર ની ભાજપ સરકાર દ્વારા કપાસ માં આયાત ઉપર ટેક્સ હટાવી ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો જોડે હળહળતો અન્યાય કર્યો છે. વાવેતરના સમયે એ ખેડૂતો ને ખાતર ના મળે અને બજારમાં કાળાબજારી થાય , ભોગવે ખેડૂત. ભારતમાલા જેવા પ્રોજેક્ટમાં જબરદસ્તી જમીન સંપાદિત કરી સસ્તા ભાવે જમીન પડાવવા ના ધંધા ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ખેડૂતોને પડી રહેલી મૂશ્કેલીઓ, ભાવફેર, વધતી આર્થિક પરેશાની ની વ્યથા જણાવી હતી. પ્રેસવાર્તામાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષભાઈ દોશી, પ્રવક્તા ડો હિમાંશુભાઈ પટેલ, પ્રવક્તા ડો અમિત નાયક, પ્રવક્તા નિશાંત રાવલ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ શાસિત સિક્કા નગરપાલિકાના વર્તમાન ચેરમેન સહિતના ભાજપના નગરસેવકો એ ભાજપ પક્ષને તિલાંજલિ આપી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કોંગ્રેસ પક્ષના તિરંગા ખેસ પહેરાવીને તમામને આવકાર્યા હતા.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપા શાસિત સિક્કા નગરપાલિકાના વર્તમાન ચેરમેન જુસબભાઈ બરોયા, નગરસેવક શ્રી વલીમામદ મલેક, શ્રી અસગર હુંદડા, શ્રી રેશ્માબેન કુંગડા, શ્રી મામદભાઈ કુંગડા, શ્રી રોશનબેન સુંભણીયા તથા શ્રી ઝુબેદાબેન આજરોજ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટી (આપ)માંથી છેડો ફાડીને આપના ગુજરાત એકમના ઓબીસી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રી મનંતકુમાર બાધારસિંહ પટેલ તથા તેમની સાથેના ૧૦૦ જેટલા કાર્યકરો જોડાયા હતા.

Related posts

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment