બિઝનેસ

MYCPE ONE દ્વારા અમદાવાદમાં તેની દસમી વાર્ષિક બેઠક ‘ઉડાન 2026’નું આયોજન કરવામાં આવ્યું

MYCPE ONE દ્વારા અમદાવાદમાં તેની દસમી વાર્ષિક બેઠક ‘ઉડાન 2026’નું આયોજન કરવામાં આવ્યું

 

ટેલેન્ટ, લર્નિંગ અને ગ્રોથના સંકલિત સોલ્યુશન્સ દ્વારા સીપીએઅને એકાઉન્ટિંગ ફર્મ્સને સપોર્ટ કરી રહેલાવૈશ્વિક પ્લેટફોર્મ MYCPE ONEદ્વારા શનિવારના રોજ અમદાવાદ આવેલા જેડ લક્ઝરી બેન્ક્વેટ્સખાતે તેની દસમી વાર્ષિક બેઠક ‘ઉડાન 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતમાં વિવિધ સ્થળોએથી આવેલા 2,000થી વધુ ટીમ મેમ્બર્સ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

નિરંતર વૃદ્ધિ અને ઉત્ક્રાંતિના એક દાયકા બાદ‘ઉડાન2026’હવે એક વાર્ષિક બેઠક કરતાં પણ વિશેષ બની રહી હતી.તેમાં સંસ્થાની વિકાસયાત્રા, તેના લોકો અને ભવિષ્ય માટેનું તેનું વિઝન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.આ વર્ષે વાર્ષિક બેઠકનુંઆયોજનMYCPE ONEના 21થી વધુ સ્થળોએ કરવામાં આવી હતી, જેમાં હાઇબ્રિડ ફોર્મેટ દ્વારા પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ રીતે જોડાયેલા તમામ ટીમ મેમ્બર્સનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો.

આ અભિગમ સંસ્થાની વૈવિધ્યસભર છતાં અતૂટ રીતે જોડાયેલી પ્રણાલીની ઝલક આપે છે, જેમાં સ્થળના કોઈ પણ અવરોધ વિના દરેક ટીમ મેમ્બર આ યાદગાર અનુભવનો હિસ્સો બને તેનીખાતરી કરવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન એક સર્વગ્રાહી અનુભવ પૂરો પાડવા માટે કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓના સંબોધનો, સન્માન સમારોહ, ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા પર્ફોર્મન્સ અને એકબીજાની સાથે સંકળાવાની ખાસ પળોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમે વિતેલા સમયના સંભારણા અને ભવિષ્યના લક્ષ્યો અંગેના સંવાદો માટે એક ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે MYCPE ONEના સીઈઓ અને સહ-સ્થાપક શ્રી શાલીન પરીખે જણાવ્યું હતું કે, ‘અમારા માટે ‘ઉડાન’ હંમેશા એક વાર્ષિક બેઠક કરતાં વિશેષ રહી છે.આ એક એવી ક્ષણ છે, જ્યાં આપણે થોભીને, અત્યાર સુધીની આપણી વિકાસયાત્રા પર નજર કરીએ છીએ અને ભવિષ્યના લક્ષ્યો માટે પોતાને તૈયાર કરીએ છીએ.10 વર્ષ પૂરાં કરવા એ માત્ર એક સીમાચિહ્ન નથીપરંતુ તે એ વાતની યાદ અપાવે છે કે, આપણે જે પણ નિર્માણ કર્યું છે, તે એવા લોકોના પરિશ્રમનું પરિણામ છે, જેઓ નિરંતર અમારી સાથે જોડાયેલા રહ્યાં છે અને જેમણે આ વિકાસયાત્રામાં અતૂટ વિશ્વાસ રાખ્યો છે.’

આ વાતમાં ઉમેરો કરતાMYCPE ONEના સહ-સ્થાપક અને સીઓઓ શ્રી વલય પરીખેજણાવ્યું હતું કે, ‘વિતેલા વર્ષોમાં સંસ્થાની સાથે-સાથે ‘ઉડાન’નું સ્વરૂપ પણ બદલાયું છે.જેની શરૂઆત એક સામાન્ય બેઠક તરીકે થઈ હતી, તે આજે એક એવા પ્લેટફોર્મમાં પરિવર્તિત થઈ ગયું છે, જ્યાં ટીમો પોતપોતાની ભૂમિકાઓમાંથી બહાર નીકળીને એકબીજા સાથે જોડાય છે, પ્રગતિનીઉજવણી કરે છે અને ભવિષ્ય માટે વધુ મજબૂત તાલમેલ કેળવે છે.આ બાબત દર્શાવે છે કે આપણે સંસ્થાની એક એવી પ્રણાલીનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છીએ, જેમાં વૃદ્ધિ, પરસ્પર સહયોગ અને દીર્ઘકાલીન અભિગમને વિશેષ મહત્વ આપવામાં આવે.’

વિતેલા દાયકા દરમિયાન, MYCPE ONEએક વ્યાપક ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવી છે, જે ઑફશોરિંગ, સીપીઈ અને લર્નિંગ સોલ્યુશન્સ, વેબસાઇટ અને ડિજિટલ માર્કેટિંગ તેમજ એડવાઇઝરી સપોર્ટ જેવી સેવાઓ દ્વારા સીપીએ ફર્મ્સ અને એન્ટરપ્રાઇઝિસને મદદરૂપ થઈ રહી છે. ઉડાન 2026 એ આ પ્રગતિને બિરદાવવાની સાથે આગામી વર્ષો માટેના લક્ષ્યો નિર્ધારિત કરવા માટેની એક મહત્વપૂર્ણ ક્ષણ બની રહી હતી.

જેમ-જેમ સંસ્થા વૈશ્વિક સ્તરે પોતાનો વ્યાપ વધારી રહી છે, તેમ-તેમ આ વાર્ષિક બેઠકે મજબૂત ટીમોના નિર્માણ, પરસ્પર સહયોગ વધારવા અને સાર્થક વ્યાવસાયિક તકો ઊભી કરવા માટેની તેની કટિબદ્ધતાને વધુ દ્રઢ બનાવી છે.

Related posts

ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી

GUJARAT NEWS DESK TEAM

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રજૂ કર્યું ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ, કરૂણા અને ઉત્કૃષ્ટતા સાથે વડીલોની આરોગ્ય સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરે છે

GUJARAT NEWS DESK TEAM

બટાકાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર

GUJARAT NEWS DESK TEAM

વિશ્વના સૌથી કાર્યક્ષમ બંદરોમાં અદાણી પોર્ટસને ટોચનું સ્થાન

GUJARAT NEWS DESK TEAM

ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરાશે સહકારી જીવન વીમા કંપની

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં પ્રણવ અદાણીનું સંબોધન

Leave a Comment