બિઝનેસ

GCCI બિઝનેસ વિમેન કમિટી દ્વારા તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “Nutrition Beyond the Plate” – સાયન્સ- લાઈફ સ્ટાઇલ અને હેલ્થ વિષય પર સત્રનું થયેલ આયોજન.

GCCI બિઝનેસ વિમેન કમિટીએ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “Nutrition Beyond the Plate” – સાયન્સ- લાઈફ સ્ટાઇલ અને હેલ્થ વિષય પર એક સત્રનું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે ડૉ. રુચા મહેતા (MD, ઇન્ટરનલ મેડિસિન અને એન્ડોક્રિનોલોજી), કવિતા કદમ (ક્લિનિકલ અને ફંક્શનલ ન્યુટ્રિશનિસ્ટ) અને પ્રાચી શાહ (ઇન્ટેગ્રેટીવ અને ફંક્શનલ ડાયેટિશિયન તથા ‘ક્રાફ્ટ વેલનેસ’ના સ્થાપક) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સત્રનું સંચાલન ફંક્શનલ મેડિસિન પ્રેક્ટિશનર અને હેલ્થ કોચ રચના બોન્ટ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

સહભાગીઓ અને મહેમાનોનું સ્વાગત કરતા, BWCના ચેરપર્સન શાલુ લેખડિયાએ ખાસ નોંધ લીધી હતી કે ડૉ. રુચા મહેતા, કવિતા કદમ અને પ્રાચી શાહ જેવા નામાંકિત વક્તાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલ પ્રસ્તુત સેશન સૌ સહભાગીઓ માટે ચોક્કસ ખુબ રસપ્રદ અને લાભદાયી બની રહેશે. તેઓએ વક્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું  હતું તેમજ  GCCI BWC તરફથી તેઓનો આભાર માન્યો હતો. તેઓએ  આ પ્રસંગે  GCCI બિઝનેસ વિમેન કમિટીના એન્યુઅલ સ્પોન્સર્સ ‘શિવાલિક બિલ્ડર્સ’ અને ‘ફ્યુચર સોલ્યુશન્સ’ પરત્વે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સંબોધન કરતા, GCCIના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ આ ઉપયોગી સત્રના આયોજન બદલ GCCI બિઝનેસ વિમેન કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે શરીર અને મન બંનેના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે “પોષણ” (Nutrition) બાબતે એક હોલિસ્ટિક અપ્રોચ ખુબ જરૂરી છે. તેઓએ ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા માટે સકારાત્મક વિચારો અને જીવનશૈલીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા ડૉ. રુચા મહેતાએ ડાયાબિટીસ, થાઇરોઇડ અંગેની સમસ્યાઓ અને હોર્મોનલ અસંતુલન બાબતે માહિતી તેમજ માર્ગદર્શન આપ્યા હતા. તેઓએ સમજાવ્યું હતું કે જીવનશૈલીમાં કેવા ફેરફારો કરીને આપણે વિવિધ નેગેટિવ અસરોથી બચી શકીએ.

કવિતા કદમે પોષણ સંબંધિત વિગતે સૂચનો આપ્યા હતા. તેઓએ વિવિધ પોષણલક્ષી આદતો અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો જેથી આપણા જીવનમાં તેની સંયુક્ત સકારાત્મક અસર અનુભવી શકાય.

પ્રાચી શાહે આપણી વ્યક્તિગત પ્રોડક્ટિવ લાઇફસ્ટાઇલ માટે વિવિધ આહાર સંબંધી આદત અને જીવનશૈલીમાં ફેરફાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ વ્યક્તિના શારીરિક તેમજ ભાવનાત્મક સ્વાસ્થ્યમાં આહાર ના મહત્વપૂર્ણ યોગદાન વિશે પણ વાત કરી હતી.

આ પ્રસંગે આયોજિત પેનલ ચર્ચામાં પોષણ સંબંધિત વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા, જેમ કે વેઈટ મેનેજમેન્ટ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, તણાવ, પેરી મેનોપોઝ, મેનોપોઝ, ફિટનેસ અને દીર્ઘાયુ, તેમજ સ્વાસ્થ્ય અને સુખાકારી (વેલનેસ) ક્ષેત્રે અદ્યતન પ્રવાહો અને પ્રગતિ વગેરે વિષે વિગતવાર ચર્ચા થઇ હતી.

આ પ્રસંગે આયોજિત પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન સહભાગીઓને સ્વાસ્થ્ય અને પોષણ અંગેની તેઓની ઘણી શંકાઓનું નિરાકરણ કરવાની તક મળી હતી.

GCCI બિઝનેસ વિમેન કમિટીના કો. ચેરપર્સન બંસી શાહ દ્વારા આભાર વિધિ પછી સત્રનું સમાપન થયું હતું.

 

Related posts

ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ અમદાવાદમાં એમનીલ ફાર્માસ્યુટિકલ્સ ની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રુપના શેર ચમક્યા, માર્કેટ કેપમાં રૂ. 48550 કરોડનો તોતિંગ ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં એસ જી હાઇવે મરકબા ખાતે સ્ટેલર સ્કોડા શો રૂમનું ઉદઘાટન કરાયું

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

GUJARAT NEWS DESK TEAM

GREENS 2026 વૈશ્વિક રીસાઇક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી ઇનોવેશન અંગેનું પ્રદર્શન યોજશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment