રાષ્ટ્રીય

રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના ૧૨ ઠેકાણે દરોડા

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, પ્રોડ્યુસર વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝ સાથે જાેડાયેલા ઠેકાણાઓ પર આજે ઈન્કમ ટેક્સની રેડ પડી છે. ઈન્કમ ટેક્સ વિભાગે બોલિવૂડ અને ફિલ્મ જગત સાથે જાેડાયેલા લોકો અને કંપનીઓના ૧૨ ઠેકાણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ફિલ્મ પ્રોજેક્ટ્સના નામે વિદેશમાં કથિત રીતે મોકલવામાં આવેલા નાણાંને લઈને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સર્ચમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, પ્રોડ્યુસર વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝ સાથે જાેડાયેલા ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ સર્ચ મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઈન્કમ ટેક્સ વિભાગને છેલ્લા કેટલાક દિવસોથી માહિતી મળી રહી હતી કે ફિલ્મ શૂટિંગ, વિદેશી ડિસ્ટ્રિબ્યુશન અને પ્રોડક્શનના નામે વિદેશમાં મોટી રકમ મોકલવામાં આવી રહી હતી. મળેલી માહિતી અનુસાર, મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગની અનેક ટીમો મુંબઈમાં અલગ-અલગ ઓફિસ અને તેની સાથે જાેડાયેલા સ્થળોએ સર્ચ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશન દરમિયાન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સાથે જાેડાયેલા દસ્તાવેજાે અને અન્ય માહિતીની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઓપરેશનમાં જાણીતા પ્રોડ્યુસર વાશુ ભગનાનીનું નામ પણ સામે આવ્યું છે. તેમણે પૂજા એન્ટરટેઇનમેન્ટ દ્વારા બોલિવૂડની ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈન્કમ ટેક્સ વિભાગ પેનોરમા સ્ટુડિયોઝ સાથે જાેડાયેલા ઠેકાણાઓ પર પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યો છે. પેનોરમા સ્ટુડિયોઝે લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ફિલ્મ દૃશ્યમને પ્રોડ્યુસ કરી છે. વાશુ ભગનાની એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના સસરા છે. રકુલે ૨૦૨૪માં તેમના પુત્ર, ફિલ્મમેકર અને એક્ટર જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ૈં્ઝ્ર ગ્રાન્ડ ગોવા રિસોર્ટમાં થયા હતા. રકુલ પ્રીત સિંહે બોલિવૂડના ઘણા જાણીતા એક્ટર્સ સાથે કામ કર્યું છે. તેમણે દે દે પ્યાર દે ફિલ્મમાં એક્ટર અજય દેવગન સાથે કામ કર્યું હતું. ૨૦૧૯માં રિલીઝ થયેલી આ ફિલ્મ બાદ બંને થેન્ક ગોડમાં પણ સાથે જાેવા મળ્યા હતા. ત્યારબાદ રકુલ પ્રીત અને અજય દેવગને દે દે પ્યાર દે ૨માં લીડ રોલ ભજવ્યો હતો. રકુલની અપકમિંગ ફિલ્મોમાં નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર સ્ટારર રામાયણનો સમાવેશ થાય છે. તેમાં તેઓ શૂર્પણખાના પાત્રમાં જાેવા મળશે.

Related posts

વડાપ્રધાન મોદીનો ઝ્રસ્ રેવંત રેડ્ડીને રમૂજી જવાબ ‘જાે ગુજરાતવાળી ફોર્મ્યુલા લગાવું, તો તેલંગાણાને મળતી મદદ અડધી થઈ જશે!’

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે NEET૨૦૨૬ની પરીક્ષા રદ, પેપરલીક બાદ તપાસના આદેશ

NEET બાદ હવે UPSCના પેપર લીકની આશંકા

ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેમની નવી ટીમની જાહેરાત કરી

GUJARAT NEWS DESK TEAM

સેબી ક્લીન ચીટ: અદાણી કહે છે કે કપટી રિપોર્ટનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવનારાઓએ માફી માંગવી જોઈએ

GUJARAT NEWS DESK TEAM

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત

Leave a Comment