
આદરણીય મુખ્યમંત્રી મહોદય શ્રી મોહન યાદવજી,
આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી,
આદરણીય ઉર્જા મંત્રી શ્રી પ્રદ્યુમ્નસિંહ તોમરજી,
રાજય સરકારના માનનીય વરિષ્ઠ અધિકારીશ્રીઓ,
પ્રતિષ્ઠિત મહેમાનો, ભાગીદારો અને મિત્રો,
નમસ્તે.
આજે આપણે દક્ષિણ એશિયાના ખાનગી ક્ષેત્રનીસૌથી મોટીમિસાઇલ ઇકોસિસ્ટમના શિલાન્યાસનાએક સીમાચિહ્નરૂપ પ્રસંગ માટે અહીં એકત્ર થયા છીએ.
જાહેર ક્ષેત્રના પરીઘ બહાર આ એક ઐતિહાસિક પ્રથમ ઘટના અંતર્ગત પ્રસ્તાવિત આ સુવિધા કાચો માલ અને મિશન-તૈયાર મિસાઇલોને એક છત નીચે લાવશે –
આ સાર્વભૌમ ક્ષમતા મધ્યપ્રદેશમાં લાવવાનું અમને ખૂબ જ ગૌરવ છે.
આ મધ્ય પ્રદેશ આપણા દેશની સૌથી શક્તિશાળી વિકાસ ગાથાઓમાં સ્થાન ધરાવે છે. વિકાસની આ ગતિ માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ.મોહન યાદવજીનું નિર્ણાયક નેતૃત્વ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજીના સતત સમર્થન અનેરાજ્ય સરકારના માળખાગત સુવિધાઓ, ઉદ્યોગ અને રોજગાર પરત્વેના અવિરત લક્ષ્યને આભારી છે.
આ વિકાસ યાત્રામાં ભાગીદાર થતાં અદાણી સમૂહ આ ખૂબ ગર્વ મહેસુસ કરે છે. અમારા ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ગયા વર્ષે ભોપાલમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં, રાજ્યને હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, માઇનિંગ, સ્માર્ટ મીટર્સ અને થર્મલ એનર્જીમાં રુ.૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેના પરિણામ સ્વરુપ ૨૦૩૦ સુધીમાં ૧,૨૦,૦૦૦ નોકરીઓનું સર્જન થશે અને અમે જે પણ શિલાન્યાસ કરીશું તે પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા તરફનુંએક ઠોસ સોપાન હશે.
અમે કતની જિલ્લામાં સ્થિત અમેઠા અને કિમોર પ્લાન્ટમાં રુ.૪,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરી ચૂક્યા છીએ., અદાણી પાવર આજે રાજ્યને ૧,૨૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડી રહ્યું છે, જેમાં વધારાની ૫,૬૦૦ મેગાવોટનો ઉમેરો કરવાની તૈયારી ચાલી રહી છે. અમે લાહોરી, ધાર, રતલામ અને ઉજ્જૈનમાં પવન ઉર્જા પ્રકલ્પોની કામગીરી પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ઉજ્જૈનમાં સિમેન્ટ પ્લાન્ટનો પાયો નાખીશું.
થોડા અઠવાડિયા અગાઉઅમે અમારા રુ.૧,૦૬૦ કરોડના રોકાણથી ગુના સિમેન્ટ એકમનું નિર્માણ કર્યું છે જે ગુનાના ઇતિહાસમાં સૌથી મોટું રોકાણ છે.
આ રોકાણો ફક્ત પ્લાન્ટ અને કારખાનાઓમાં નથી પરંતુ તે લોકોમાં અને ભવિષ્યના મધ્ય પ્રદેશમાં છે.
વિકાસની રફતાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની સુદિર્ઘ દ્રષ્ટીને પણ અનુસરે છે.
સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે પણ આ વાત સાચી છે જ્યાં અમે સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા સાથે DRDO અને સશસ્ત્ર દળોના સહયોગમાં કામ કરીને ભારતની આયાત પરની નિર્ભરતાને આયોજનબધ્ધ ઉલટાવી રહ્યા છીએ.
ગ્વાલિયરે મધ્યપ્રદેશને ગંભીર સંરક્ષણ ઉત્પાદનની પહેલી ભેટ આપી છે. આજે, તે સંકુલ લાઇટ મશીન ગન, એસોલ્ટ રાઇફલ્સ અને કાર્બાઇન્સના અમારા સમગ્ર પોર્ટફોલિયોનું ઉત્પાદન કરે છે. લાઇટ મશીન ગન (LMG)ના અમારાકાર્યક્રમે જ અમેનિયત સમયપત્રકના ૧૧ મહિના પહેલા સશસ્ત્ર દળોને ૨,૦૦૦ યુનિટ પૂરા પાડ્યા છે.
આત્મનિર્ભર તરફની આ યાત્રામાં અમે મધ્યમથી લાંબા અંતરની મિસાઇલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ અંતરની, સંકલિત મિસાઇલ ઇકોસિસ્ટમ લાવીને વિદેશી અવલંબનને સ્થાનિક શક્તિથી બદલી રહ્યા છીએ તે દ્રષ્ટીએ આશિવપુરીની આગામી હરણફાળ છે.
અમે ફક્ત એસેમ્બલી કરતાં પણ વધુ ઊંડા ઉતરી સંયુક્ત પ્રોપેલન્ટ ઉત્પાદન તેમજ TNT અને વિસ્ફોટક-ગ્રેડ સામગ્રીના ઉત્પાદનની સુવિધાનું નિર્માણ કરી રહ્યા છીએ.
આગામી ત્રણ વર્ષમાં, અમે રુ.૨,૫૦૦ કરોડના રોકાણ સાથે આ અત્યાધુનિક સુવિધાનું નિર્માણ કરીશું, જેનાથી 5,000 પ્રત્યક્ષ અને પરોક્ષ મળી ૫,૦૦૦ રોજગારીની તકોનું સર્જન થશે અને ૫૦થી વધુ MSME સુક્ષમ અને લઘુ-મધ્યમ ઔદ્યોગિક એકમોને ઉચ્ચ કક્ષાની એક વિશિષ્ટ સપ્લાય ચેઇનમાં જોડવામાં આવશે.
ગ્વાલિયર અને શિવપુરી સાથે મળીને મધ્યપ્રદેશમાં સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતાના જોડિયા એન્જિન તરીકે જોડાઇને તેઓ ખાતરી કરશે કે આપણા આકાશનું રક્ષણ કરતી અદ્યતન સિસ્ટમો ગર્વથી ભારતીય કરકમલો દ્વારા, ભારતીય ધરા પર નિર્માણ કરવામાં આવી રહી છે.
ધન્યવાદ,જયહિંદ.