મારું શહેર

નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો

ફરી એકવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરીને ફાઈનલ કરવામાં માત્ર સાત દિવસનો સમય આપીને ચુપચાપ નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઇલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે અગામી સમયમાં યોજનારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 2026 માટે ‘ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દીધી પણ હજુ સુધી રાજકીય પક્ષને આ યાદીની કોપી આપી નથી.
હવે તા.30 માર્ચ 2026 સુધીમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવાશે.
હવે અમદાવાદ શહેરના મસ્ટર સ્ટેશન, સબ ઝોનલ કચેરીઓ, વોર્ડ ઓફિસ, ઝોનલ કચેરીઓ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કંટ્રોલ રુમ સહિત જુદી જુદી 58 કચેરીઓ ખાતે જઇને નાગરિકોને પોતાના નામોની ચકાસણી કરવાનું કહેવાયું છે પણ વાસ્તવમાં અમદાવાદના લાખો લોકો માત્ર સાત દિવસમાં 58 કચેરીઓમાં જઈને પોતાના નામ ચકાસી શકે ખરા ?
શહેરના શ્રમજીવી વિસ્તારો, ચાલીઓ, પોલો, મધ્યમવર્ગીય વસાહતો અને અન્ય વિસ્તારોમાં રહેતા નાગરિકો LPG સિલિન્ડર મેળવવાની લાઇનમાં અને પેટ્રોલ મેળવવાની લાઇનમાં ઊભા છે તેવા સંજોગોમાં માત્ર સાત દિવસનો સમય આપીને નામ ચકાસણીના નામે નાગરિકોને મતના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું રચાયું હોય તેવી સ્થિતિ છે..

Related posts

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

સુભાષ બ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા : શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો

પત્રકારો સાથે બાઉન્સરોની ધક્કા મૂકી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ ૨૪ કલાકમાં કર્યો આપઘાત

ગુજરી બજારના પાથરણાવાળાઓનું હલ્લાબોલ

Leave a Comment