મારું શહેર

અમદાવાદના શેલા સ્કાય સિટી બિલ્ડિંગમાં આગ, ફાયર વિભાગની ઝડપી કામગીરીથી 50 જેટલા લોકોનો સલામત બચાવ

અમદાવાદના શેલા સ્કાય સિટી બિલ્ડિંગમાં આગ, ફાયર વિભાગની ઝડપી કામગીરીથી 50 જેટલા લોકોનો સલામત બચાવ

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ સ્કાય સિટી બિલ્ડિંગમાં આજે સવારે આગની ઘટના સર્જાઈ હતી. O7 રોડ નજીક આવેલા C બ્લોકના ત્રીજા માળે ફ્લેટ નંબર C-302 માં સવારે અંદાજે 07:58 વાગ્યે આગ લાગતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી.

આગ લાગ્યા બાદ તે ઉપરના માળે પણ ફેલાઈ ગઈ હતી, પરંતુ સમયસર કાર્યવાહીથી આગને કાબુમાં લેવામાં આવી હતી. બિલ્ડીંગની ફાયર સિસ્ટમ સક્રિય હોવાને કારણે તાત્કાલિક આગ બુઝાવાની કામગીરી કરવામાં આવી હતી.

આ ઘટનામાં બિલ્ડિંગમાં ભારે ધુમાડો ફેલાતા આશરે 40 થી 50 જેટલા રહેવાસીઓને પ્રાથમિક તબક્કે સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગના ટેરેસ પર એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને દાદર મારફતે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા મોટા પાયે રેસ્ક્યુ અને ફાયર ફાઈટિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરીમાં કુલ 18 જેટલા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 20KL ક્ષમતાના 6 વોટર બાઉઝર, 1 મિનિ ફાયર ફાઇટર, 8 ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો), 1 ફર્સ્ટ રિસ્પોન્ડર (સ્કોર્પિયો), 1 એમ્બ્યુલન્સ, 1 હાઇડ્રોલિક પ્લેટફોર્મ તેમજ 12KL ક્ષમતાનો 1 વોટર ટેન્કર સામેલ હતા.

ફાયર ઓપરેશનમાં કુલ 73 જેટલા સ્ટાફે કામગીરી સંભાળી હતી, જેમાં 41 ફાયરમેન, 5 જમાદાર, 19 ડ્રાઇવર, 3 સ્ટેશન ઓફિસર, 3 ડિવિઝનલ ઓફિસર, 1 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને 1 એડિશનલ ચીફ ફાયર ઓફિસરનો સમાવેશ થાય છે.

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઇજા પહોંચી નથી તેમજ કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

બે સગીરા મુંબઈથી મળી આવી

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

રાજકોટના રૈયા રોડ પર બેફામ કારે મોપેડ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યા

IIMA ફેકલ્ટી મેમ્બરને નિર્માતા તરીકે શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીના મેળામાં સ્વચ્છતા ઝુંબેશ: નિયમ ભંગ કરનારા ૧૩૩ ઈસમો પાસેથી ₹૪૨,૮૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો

GUJARAT NEWS DESK TEAM

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment