OTHER

વારાણસીમાં સંસ્કૃતિ સંસદના આજે દ્વિતિય દિવસે “મિત્રની ઓળખ, દુશ્મનથી સાવધાન અને રાષ્ટ્રહીત સર્વોપરી” વિષય પર ધારાસભ્ય હાર્દિક પટેલે વ્યક્તવ્ય આપ્યું

અખિલ ભારતીય સંત સમિતિ અને ગંગા મહાસભા દ્વારા આયોજીત વારાણસીમાં સંસ્કૃતિ સંસદના આજે દ્વિતિય દિવસે “મિત્રની ઓળખ, દુશ્મનથી સાવધાન અને રાષ્ટ્રહીત સર્વોપરી” વિષય પર ધારાસભ્ય હાર્દિક પટેલે વ્યક્તવ્ય આપ્યું હતું.
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે જણાવ્યું કે ઇતિહાસ આપણને શીખવે છે કે કોઈ પણ રાષ્ટ્રને નબળું પાડવા માટે હંમેશાં તેની સરહદો પર આક્રમણ કરવું જરૂરી નથી. ક્યારેક સમાજમાં ભાગલા પાડીને, ક્યારેક સંસ્કૃતિ પર પ્રહાર કરીને અને ક્યારેક યુવાનોને ભ્રમિત કરીને પણ રાષ્ટ્રના પાયાને નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આથી આપણે મિત્ર અને શત્રુ વચ્ચેનો તફાવત સમજવો પડશે. સાચો મિત્ર એ છે, જે સંકટના સમયે સાથે ઊભો રહે અને આપણી પ્રગતિમાં સહભાગી બને. જ્યારે મિત્રતાનો મહોરો પહેરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નબળી પાડવાનો પ્રયાસ કરતી વિચારધારાઓથી આપણે હંમેશાં સાવચેત રહેવું જોઈએ.
મિત્રતામાં વિશ્વાસ જરૂરી છે, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે સજાગતા અનિવાર્ય છે.
આજે ભારત સંરક્ષણ, વિજ્ઞાન, અવકાશ, ટેક્નોલોજી અને અર્થતંત્રના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વના મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પરંતુ આતંકવાદ, સરહદ પારના પડકારો, સાયબર ગુનાઓ, દુષ્પ્રચાર અને સામાજિક વિભાજન આજે પણ આપણી સામે ગંભીર પડકારો છે.
આજના યુદ્ધો માત્ર સરહદો પર જ નહીં, પરંતુ વિચારો, માહિતી અને ટેક્નોલોજીના માધ્યમથી પણ લડાઈ રહ્યાં છે. તેથી યુવાનોએ અફવાઓ અને ભ્રામક પ્રચારથી સાવચેત રહીને રાષ્ટ્રની એકતા મજબૂત બનાવવામાં પોતાની ભૂમિકા ભજવવી પડશે.
આપણે એવા યુવાનોનું નિર્માણ કરવું છે, જેમના હાથમાં આધુનિક ટેક્નોલોજી હોય, મસ્તિષ્કમાં વૈજ્ઞાનિક વિચારધારા હોય, હૃદયમાં ભારતીય સંસ્કૃતિ હોય અને જીવનમાં રાષ્ટ્રભક્તિનો સંકલ્પ હોય. આપણી ભાષાઓ અલગ હોઈ શકે, પરંપરાઓ અલગ હોઈ શકે, પૂજા-પદ્ધતિઓ અલગ હોઈ શકે, પરંતુ આપણી રાષ્ટ્રીય ઓળખ એક જ છે.
આપણે ભારતીય છીએ, ભારત આપણું રાષ્ટ્ર છે અને રાષ્ટ્રહિત જ આપણું સર્વોચ્ચ કર્તવ્ય છે.

Related posts

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે

GUJARAT NEWS DESK TEAM

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

GUJARAT NEWS DESK TEAM

સોમનાથ મહાદેવને “તલ નો શ્રૃંગાર” કરાયો

GUJARAT NEWS DESK TEAM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ પ્રધાનમંત્રીને જન્મદિનની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં?

સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ‘આધાર શિક્ષા’ પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment