મારું શહેર

કુડાસણ રિલાયન્સ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગાંધીનગર મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ: નો-પાર્કિંગ સ્પેસમાં મૂકેલા વાહનો સામે કડક કાર્યવાહી

ગાંધીનગર શહેરના કુડાસણ રિલાયન્સ ચોકડી વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ગઇકાલે રાત્રિ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા ટ્રાફિક પોલીસ અને ટોઇંગ વાનને સાથે રાખીને એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.
ગઇકાલે રાત્રે હાથ ધરાયેલી આ સંયુક્ત કામગીરીની અત્યંત સકારાત્મક અને ત્વરિત અસર જોવા મળી હતી. એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા નો-પાર્કિંગ સ્પેસમાં અડચણરૂપ રીતે મૂકવામાં આવેલા કેટલાક વાહનોને ટોઇંગ કરવાની શરૂઆત થતાની સાથે જ વાહનચાલકોમાં જાગૃતિ આવી હતી. પરિણામે, અન્ય વાહન માલિકોએ સ્વેચ્છાએ પોતાના વાહનો ત્યાંથી હટાવીને તાત્કાલિક નિયત પાર્કિંગ સ્પેસમાં મૂકવાનું શરૂ કરી દીધું હતું. લોકોના આ પ્રતિસાદ અને તંત્રની કાર્યવાહીના કારણે જોતજોતામાં જ સમગ્ર કોમ્પલેક્ષ અને આસપાસનો વિસ્તાર વાહનોની અડચણમાંથી મુક્ત થઈને એકદમ ખુલ્લો થઈ ગયો હતો.
જો શોપિંગ કોમ્પલેક્ષમાં આવતા તમામ નાગરિકો નિયમિતપણે પોતાના વાહનો માત્ર નિયત પાર્કિંગ સ્પેસમાં જ મૂકવાનો આગ્રહ રાખે, તો ટ્રાફિકની આ સમસ્યાનું કાયમી અને સરળ નિવારણ લાવી શકાય તેમ છે. ગાંધીનગર મહાનગરપાલિકા તમામ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પાર્કિંગ શિસ્ત જાળવવા અપીલ કરે છે. જનતાની સુવિધા સુનિશ્ચિત કરવા અને કુડાસણ વિસ્તારને ટ્રાફિક સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આ ડ્રાઈવ જ્યાં સુધી વિસ્તાર ટ્રાફિકમુક્ત ન થાય ત્યાં સુધી સતત ચાલુ રાખવામાં આવશે.

Related posts

અમદાવાદ  સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા

સુભાષ બ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા : શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો

ત્રણ વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજીવન

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ: સેક્ટર ૬ માંથી ૬૮ ઝૂંપડા અને ૨૩ લારી-ગલ્લા હટાવાયા

પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ ભુવા નગરી બની

ભદ્ર પ્લાઝામાં અમદાવાદ મહાનગર પાલિકાની વિશેષ વ્યવસ્થા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment