ગુજરાત

લખતરમાં ૮ ઈંચ વરસાદ, સ્ટેટ હાઇવે બંધ, અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા

વાગડ પંથકમાં અનરાધાર વરસી રહેલા સાબેલાધાર વરસાદે તારાજી સર્જી દીધી છે. જિલ્લાના લખતર તાલુકામાં માત્ર ૮ કલાકમાં જ ૮ ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની વિષમ સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા પાણીને કારણે લખતર પોલીસ સ્ટેશન તેમજ ઁય્ફઝ્રન્ કચેરીમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આ સિવાય ધ્રાંગધ્રા અને મૂળીમાં પણ ૫-૫ ઈંચ વરસાદ નોંધાતાં નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તંત્ર દ્વારા લીંબડી-સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે તેમજ ચુડા-લીંબડી-ગોખરવાળા માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. સમલા અને રઈ સાંકળી પાસે રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યા છે, જ્યારે વાંસળ નદી ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો વાપરવા ખાસ અપીલ કરાઈ છે. મામલતદાર સહિત પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહી જાેખમી કોઝવે પાર ન કરવા લોકોને તાકીદ કરી રહ્યો છે.
અતિભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. લખતરનો સરાઘડા ડેમ સંપૂર્ણ છલકાઈ જતાં પૂરના પાણી હાઈવે અને ખેતરોમાં ફરી વળ્યા છે, જેનાથી તલવણી અને અણિયારી ગામોને એલર્ટ કરાયા છે.
આ ઉપરાંત ઉમય (ઉમઇ) નદી ગાંડીતૂર બનતાં સદાદ, ઇંગરોળી, મોઢવાણા, બજરંગપુરા, લીલાપુર, ઢાંકી અને ભડવાણા જેવા ગામોનો તાલુકા મથકથી સીધો સંપર્ક તૂટી ગયો છે. વઢવાણનું દેદાદરા ગામ પણ ખરખરિયા અને ઉમઇ નદીના પૂરના કારણે સંપર્ક વિહોણું બન્યું છે. બજરંગપુરાનું તળાવ તૂટવાની ધાર પર હોવાથી ગ્રામજનોએ સચેત બની પાળા બાંધવાની ફરજ પડી છે.

Related posts

ખેડા અને ધોળકામાં બચાવ કાર્ય

GUJARAT NEWS DESK TEAM

બારડોલી બસ અકસ્માતના ૬ મૃતકોની ડ્ઢદ્ગછથી ઓળખ થઈ

કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment