મારું શહેર

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મેગા ચેકિંગ

ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ શહેરભરની બાંધકામ સાઇટ્સ પર મેગા ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. તાજેતરમાં બાંધકામ સાઇટની દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બાદ છસ્ઝ્ર વધુ સતર્ક બન્યું છે. શહેરમાં ચાલતી ૧૬૬ કન્સ્ટ્રક્શન સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં સલામતીના નિયમોનું પાલન ન કરતી ૧૧ સાઇટ્સ સામે કડક કાર્યવાહી કરીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનું કામ (રજાચિઠ્ઠી) સ્થગિત કરવામાં આવ્યું છે.
છસ્ઝ્રના વિવિધ ઝોનમાં ચાલી રહેલી કુલ ૧૬૬ બાંધકામ સાઇટ્સની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૪૫, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૦, પશ્ચિમ ઝોનમાં ૨૭, પૂર્વ ઝોનમાં ૩૫, ઉત્તર ઝોનમાં ૧૮, દક્ષિણ ઝોનમાં ૯ અને મધ્ય ઝોનમાં ૨ સાઇટ્સનો સમાવેશ થાય છે.
નિરીક્ષણ દરમિયાન બાંધકામ સાઇટ્સ પર યોગ્ય બેરિકેડિંગ, સ્ટ્રટિંગ, ડી-વોટરિંગ પંપિંગ સિસ્ટમ, લેબર કોલોનીની સુરક્ષા, બેઝમેન્ટમાં સલામતીની વ્યવસ્થા તેમજ એન્જિનિયર અને સુપરવાઇઝર દ્વારા થતું નિયમિત મોનિટરિંગ જેવી બાબતોની સઘન તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ચોમાસામાં બેઝમેન્ટ લેવલે ચાલતા બાંધકામમાં સલામતીના તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.
ચકાસણી દરમિયાન નિયમોનું પાલન ન કરતી ૧૧ બાંધકામ સાઇટ્સના ડેવલપર, એન્જિનિયર અને ક્લાર્ક ઓફ વર્ક્સને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. ઉપરાંત, પૂરતી સલામતી વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી આ સાઇટ્સનું કામ સ્થગિત (રજાચિઠ્ઠી) કરવામાં આવ્યું છે.
તાજેતરમાં મોટેરા, નારણપુરા અને જાેધપુર વોર્ડમાં બાંધકામ સાઇટ્સ પર બેદરકારીના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. આ અકસ્માતોમાં અનેક લોકોને રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાઓને ગંભીરતાથી લઈને છસ્ઝ્રએ સમગ્ર શહેરમાં મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે.
છસ્ઝ્રનું કહેવું છે કે ચોમાસા દરમિયાન ખાસ કરીને બેઝમેન્ટ લેવલે ચાલતા બાંધકામોની નિયમિત ચકાસણી કરવામાં આવશે. જાહેર આરોગ્ય અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સલામતીના નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Related posts

i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન

પીએમ નરેન્દ્ર મોદીના આગમન અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત અને નજર કેદ

GUJARAT NEWS DESK TEAM

ગુજરી બજારના પાથરણાવાળાઓનું હલ્લાબોલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ પાર્કનુ લોકાર્પણ અને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું

IIMA ફેકલ્ટી મેમ્બરને નિર્માતા તરીકે શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો

Leave a Comment