મારું શહેર

સરદારનગરમાં ફાયર સેફ્ટી,લાઈસન્સ વિના ફટાકડા વેચતી દુકાન પર દરોડા

રામોલની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ શહેર પોલીસ સફાળે જાગી છે. સરદારનગર પોલીસે સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ કરીને, કોઈ પણ પ્રકારના લાઈસન્સ કે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વિના ગેરકાયદે રીતે ફટાકડા (દારૂખાનું) વેચતી એક દુકાન પર પોલીસે દરોડો પાડ્યો છે. આ મામલે પોલીસે એક ૧૯ વર્ષીય યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેર પોલીસ શાખાના પોલીસ કર્મચારી (કોન્સ્ટેબલ)ને મળેલી ચોક્કસ વિગતોના આધારે સરદારનગરના કુબેરનગર વિસ્તારમાં આવેલી ‘સાબરમતી બજાર’ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બજારની દુકાન નં. ૬૩માં ગેરકાયદે રીતે ફટાકડાનો મોટો જથ્થો રાખીને વેપાર કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દરોડા દરમિયાન દુકાન પરથી હિમેશકુમાર રમણભાઇ સોલંકી (ઉં.વ. ૧૯) મળી આવ્યો હતો. પોલીસે જ્યારે તેની પાસે ફટાકડાના વેપાર માટેનું અધિકૃત લાઈસન્સ, પરવાનગી પત્ર અથવા દુકાનમાં આગ ઓલવવા માટેના ફાયર સેફ્ટીના સાધનો અંગે પૂછપરછ કરી, ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજાે કે સુરક્ષા વ્યવસ્થા મળી આવી ન હતી. પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ બ્રાન્ડના બોમ્બ, રોકેટ, કોઠી, ચક્કર અને કલર સ્પાર્કલર્સ સહિતના અસંખ્ય ફટાકડાના બોક્સનો જથ્થો જપ્ત કર્યાે છે. ગીચ બજાર વિસ્તારમાં કોઈપણ સુરક્ષા સાધનો વિના આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીલ ફટાકડાનો જથ્થો રાખવો એ સ્થાનિક લોકો અને ખરીદદારો માટે અત્યંત જાેખમી સાબિત થઈ શકે તેમ હતું. આ બેદરકારી બદલ પોલીસે આરોપી હિમેશકુમાર સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

સરદારનગર વોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરી રહેલા લોકોને ડિમોલિશનની નોટિસ મળતા AAP પોલખોલ ટીમે રહીશોની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ માં રસ્તા નું સમારકામ પૂરજોશમાં

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ  સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

Leave a Comment