OTHER

બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ વિના નોકરી આપનાર સામે કાર્યવાહી

ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતીયો અને ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવાઈ રહી છે.
ઓપરેશન ડેલ્ટાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં સંપૂર્ણ ડેટા ચકાસવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીની તપાસમાં ૩૬૨ બાંગ્લાદેશી સામે આવ્યા છે.૭૦૦થી વધુની તપાસ મોડી રાત સુધી ચાલશે. પોલીસે એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડાયા છે. ૩૬૨ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના બીજા યુનિટ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. આ લોકોને ઘર અને નોકરી આપવા વાળાની તપાસ કરાશે. ઘૂસણખોરોને આશરો આપનાર સામે કાર્યવાહી થશે.વગર ડોક્યુમેન્ટે નોકરી આપી હશે એના પર કાર્યવાહી થશે. સમગ્ર રાજ્યમાં ઓપરેશન ચલાવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણામાંથી પકડીશુ. તેમને પકડીને ગુજરાત અને દેશથી બહાર કરવામાં આવશે.ચંડોળા પછી આજ સુધી ૨૦૦થી વધુ પકડાયા છે. ઓપરેશન ત્યારથી ચાલતુ હતુ અને હાલ પણ ચાલુ છે અને આગળ પણ ઓપરેશન ચાલશે.છેલ્લા ૭૨ કલાકમાં ગુજરાત પોલીસે મેહનત કરી છે. ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓની સૌથી વધુ સંખ્યા અમદાવાદ, સુરત, ભરૂચમાં છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરામાં પણ છે. ૬૨૦૦થી વધુ લોકોની તપાસ ચાલી રહી છે જેમાંથી ૩૬૨ બાંગ્લાદેશી મળી આવ્યા છે. ૧૮થી વધુ લોકોએ ભાગવાની કોશિશ કરી હતી તેમને પણ પકડવામાં આવશે.
આ અંગે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે કહ્યું હતું કે, રાજ્યમાં ઓપરેશન ડેલ્ટાની શરૂઆત થઈ છે. ૬ હજારથી વધુ ભારતીય ફોન નંબર મળ્યા છે. જેનો સીધો સંપર્ક બાંગ્લાદેશથી હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કામગીરી કરી છે. ૭૦૦થી વધુની પૂછપરછ ચાલી રહી છે.૩૦૦થી વધુ લોકોને ડીટેન કરાયા છે. ે

Related posts

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025, નવી દિલ્હી માં ભારતીય ટુકડીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા એમ. અંબાણી

GUJARAT NEWS DESK TEAM

નશાના વેપલા સામે ગુજરાત સરકારનો વધુ એક પ્રહારઃએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના

GUJARAT NEWS DESK TEAM

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

  ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025 માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

Leave a Comment