ગુજરાત

AAP નેતા જીગીશા પટેલ સાથે મહિલાઓ પાણીના બેડાં લઇને આવેદનપત્ર આપવા પહોંચી

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જીગીશા પટેલે ગોંડલના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે ગામની મહિલાઓ પાણીના બેડાં સાથે ઉપસ્થિત રહી હતી અને વર્ષોથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગોંડલ તાલુકાના વાછરા ગામમાં છેલ્લા 40 વર્ષથી પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક આઠ દિવસે તો ક્યારેક બાર-બાર દિવસે અનિયમિત રીતે પાણી આપવામાં આવે છે અને ઘણી વખત રાત્રિના સમયે પાણી આવતું હોવાથી મહિલાઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામ સુધી પૂરતો પાણીનો જથ્થો પહોંચતો ન હોવાથી લોકો સતત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આવેદનપત્રમાં સમસ્યાના નિરાકરણ માટે ત્રણ સંભવિત વિકલ્પો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મોવિયા સંપમાંથી સીધી લાઇન વાછરા ગામ સુધી પહોંચાડવાની, વેરી ડેમમાંથી સીધી લાઇન આપવાની તેમજ ખરેડા સંપો મારફતે યોગ્ય પાઇપલાઇન વ્યવસ્થા ઉભી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ વાછરા ગ્રામ પંચાયત, ઘોઘાવદર તાલુકા પંચાયતના સભ્ય તથા મોવિયા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગામની વાસ્તવિક પરિસ્થિતિ અને લોકોની હાલાકી અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં આગામી 10 દિવસમાં આ સમસ્યાના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવા તથા લેખિતમાં બાંહેધરી આપવા માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી નેતા જીગીશા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વાછરા ગામના લોકો પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. અમે માત્ર વચનો નહીં, પરંતુ લેખિત ખાતરી માંગીએ છીએ કે આ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે અને કેટલા સમયમાં કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સંબંધિત અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આગામી દસ દિવસમાં લેખિતમાં બાંહેધરી આપે કે વાછરા ગામની મહિલાઓ અને ગ્રામજનોને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. કામગીરીમાં કોઈ વહીવટી અડચણ હોય તો તે અલગ બાબત છે, પરંતુ હાલમાં ગામલોકોને સ્પષ્ટ જવાબ અને સમયબદ્ધ આયોજન જોઈએ છે. આજે જે લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે તેમજ ત્રણ વિકલ્પોમાંથી કોઈપણ યોગ્ય વિકલ્પ અમલમાં મૂકી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. વાછરા ગામના લોકોને વર્ષોથી મૂળભૂત જરૂરિયાત એવા પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. સરકાર અને તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવી તાત્કાલિક પગલાં ભરે અને આગામી દસ દિવસમાં સ્પષ્ટ કાર્યવાહી તથા લેખિત બાંહેધરી આપે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે.

Related posts

ગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ના.વ. ૨૦૨૩માં રૂ. ૭.૮૩ કરોડથી ના.વ. ૨૦૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો જંગી ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

AAP દ્વારા ભારત-પાકિસ્તાન મેચનો બોયકોટ – ઈસુદાન ગઢવીએ કર્યો મેચનો સખ્ત વિરોધ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સરકારનો ઐતિહાસિક ર્નિણય એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

મુખ્યમંત્રી સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઉંઝા સ્ટેશન પર અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ

GUJARAT NEWS DESK TEAM

ગ્રામીણ ઘરવિહોણા પરિવારો માટે સહાયમાં કરાયો વધારા

Leave a Comment