OTHERગુજરાત

ગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ના.વ. ૨૦૨૩માં રૂ. ૭.૮૩ કરોડથી ના.વ. ૨૦૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો જંગી ઉછાળો

ગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ના.વ.
૨૦૨૩માં રૂ. ૭.૮૩ કરોડથી ના.વ. ૨૦૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો જંગી ઉછાળો

રાજ્યના ૨,૨૮,૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો


ગુજરાતમાં ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩% નો જંગી વધારો જોવા મળ્યો છે. તદુપરાંત, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૨,૨૮,૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઈકે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.

પીએમ-કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. ૬૩૯૨.૯૮ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં ૨૦૨૨-૨૩માં રૂ. ૮૦૧.૩૬ કરોડ, ૨૦૨૩-૨૪માં રૂ. ૯૯૬.૩૩ કરોડ, ૨૦૨૪-૨૫માં રૂ. ૨,૫૬૪.૧૪ કરોડ અને ૨૦૨૫-૨૬માં (૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધી) રૂ. ૨,૦૩૧.૧૫ કરોડનો સમાવેશ થાય છે. આ જ સમયગાળામાં ગુજરાતને કુલ રૂ. ૩૨૬.૯૨ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં ૨૦૨૨-૨૩માં રૂ. ૭.૮૩ કરોડ, ૨૦૨૩-૨૪માં રૂ. ૨૮.૭૨ કરોડ, ૨૦૨૪-૨૫માં રૂ. ૫૯.૯૫ કરોડ અને ૨૦૨૫-૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો સમાવેશ થાય છે.

શ્રી નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી.

મંત્રીના નિવેદન મુજબ, ઘટક-A હેઠળ, ખેડૂતો સૌર ઉર્જા અપનાવવા માટે સક્ષમ બને છે અને ‘અન્નદાતા’ની સાથે ‘ઉર્જાદાતા’ પણ બને છે તથા તેમની આવકમાં વધારો કરે છે. ખેડૂતો તેમની જમીન સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી શકે છે અને વર્ષે હેક્ટર દીઠ રૂ. ૮૦,૦૦૦ સુધીની કમાણી કરી શકે છે. ઘટક-A હેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂ. ૪.૫ લાખ છે.

મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે ઘટક-B હેઠળ, હાલના ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવે છે. પ્રતિ દિવસ ૪.૬ લિટર (૫ હોર્સપાવરના પંપ માટે)ના વપરાશ અને ડીઝલના આશરે રૂ. ૮૭/લિટરના વર્તમાન ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે. જેના પરિણામે ખેડૂતોને ડીઝલ ખર્ચમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. ૬૦,૦૦૦ની બચત થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ઘટક-C હેઠળ ખેડૂતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન ભાડે આપીને એકરે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ કમાઈ શકે છે.

પીએમ-કુસુમ એ માંગ-આધારિત (ડિમાન્ડ ડ્રિવન) યોજના છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત થયેલી માંગ અને દર્શાવેલી પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે. પીએમ-કુસુમ યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયેલી માંગ, SIAs (સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સીઝ) દ્વારા અહેવાલ કરાયેલી પ્રગતિ અને યોજનાની માર્ગદર્શિકાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવે છે.

Related posts

સોમનાથમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના આગમન સમયે નાના બાળકોના મંત્રોચ્ચારનો વિરોધ કરતા સ્વાર્થી તત્વોનું કૃત્ય અશોભનીય: શ્રી સોમનાથ ટ્રસ્ટ

GUJARAT NEWS DESK TEAM

સદભાવના વૃદ્ધાશ્રમને “માવતર જોઈએ છે”.              વિશ્વનાં સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર” સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ)ને નિ:સંતાન, નિરાધાર, પથારીવશ માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

ગાંધીનગરમાં AAPની સભાઓમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

તાપીની કન્યાઓનો ની અનોખી ઉડાન

Leave a Comment