બિઝનેસ

પ્રચંડહીટવેવ વચ્ચે અદાણી પાવર બન્યોદેશનો સૌથી મોટો સહારો

સમગ્ર દેશ જ્યારે અસાધારણ હીટવેવ અને ૪૦ ડિગ્રીથી વધુ આકરા તાપમાનની ઝપેટમાં છે, ત્યારે વીજળીની માંગને પહોંચી વળવા ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની ‘અદાણી પાવર’ સંકટમોચન સાબિત થઈ છે. દેશના ખૂણે-ખૂણે અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે કંપનીએ તેના તમામ ૧૨ પાવર પ્લાન્ટ્સની ક્ષમતાને યુદ્ધના ધોરણે સજ્જ કર્યા છે.

છેલ્લા દોઢ મહિનાના કપરા સમયગાળામાં જ્યાં દેશમાં વીજળીનો વપરાશ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે અદાણી પાવરના પ્લાન્ટ્સે સરેરાશ ૭૭% પ્લાન્ટ લોડ ફેક્ટર (PLF) સાથે રેકોર્ડબ્રેક ઉત્પાદન કર્યું છે, જે ૬૫% ની રાષ્ટ્રીય થર્મલ સરેરાશ કરતાં ઘણું વધારે છે. આ સાથે જ કંપનીએ મશીનરીની ટેકનિકલ ક્ષમતા જાળવી રાખીને ૯૬% પ્લાન્ટ ઉપલબ્ધતા (Availability) સુનિશ્ચિત કરી છે.

તાજેતરમાં જ્યારે દેશની સર્વોચ્ચ વીજ માંગ (Peak Demand) ૨૬૫ GW ના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી, ત્યારે અદાણી પાવરે એકલા હાથે ગ્રીડમાં ૧૭ GW વીજ પુરવઠો પૂરો પાડ્યો હતો. દેશની કુલ સ્થાપિત ક્ષમતામાં અદાણીનો હિસ્સો માત્ર ૩% હોવા છતાં, કટોકટીના સમયે દેશની કુલ માંગમાં ૬.૪% જેટલું મોટું યોગદાન આપીને કંપનીએ પોતાની વિશ્વસનીયતા સાબિત કરી છે.

ગંભીર ગરમીમાં પાવર જનરેશન પ્રક્રિયા ખોરવાય નહીં તે માટે કંપનીમાં રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Predictive AI) ટૂલ્સ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કોલસા સહિતના કાચા માલનો સપ્લાય ચેઈન ફ્લો મજબૂત રાખીને નિયત સ્ટાન્ડર્ડ કરતાં વધુ સ્ટોક અગાઉથી જ એકઠો કરી લેવાયો હતો.

ગરમીના વધતા પ્રકોપ અને ઝડપી શહેરીકરણને કારણે દેશની વીજ માંગ ચાલુ સિઝનમાં ૨૭૦ GW ને વટાવી જવાની આશંકા છે. રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધી રહ્યો હોવા છતાં, સાંજે અને રાત્રે જ્યારે સોલાર પાવર ઉપલબ્ધ નથી હોતો, ત્યારે ગ્રીડની સ્થિરતા માટે થર્મલ પાવર જ એકમાત્ર આધાર બને છે.

અદાણી પાવર હાલમાં ખાનગી ક્ષેત્રનો સૌથી મોટો આશરે રૂ. ૧.૮ લાખ કરોડનો કેપેક્સ (CapEx) પ્રોગ્રામ અમલી બનાવી રહી છે. કંપની આગામી વર્ષ ૨૦૩૧-૩૨ સુધીમાં તેની વર્તમાન ઉત્પાદન ક્ષમતા ૧૮.૧૫ GW થી વધારીને ૪૨ GW પર પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

 

Related posts

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

પોલિસીબજારે ગિફ્ટ સિટીમાં NRI અને રિઇન્સ્યોરર્સ માટે વ્યૂહાત્મક રોકાણની તક લાવી હાજરીનો વિસ્તાર કર્યો

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

GUJARAT NEWS DESK TEAM

દેશભરમાં સ્થાનિક LPG વેચાણ સામાન્ય રહ્યું

MYCPE ONE દ્વારા અમદાવાદમાં તેની દસમી વાર્ષિક બેઠક ‘ઉડાન 2026’નું આયોજન કરવામાં આવ્યું

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment