ક્રાઇમ

લાખોના દાગીના-રોકડ ચોરનાર બંને મહિલા ઘરઘાટીની ધરપકડ


અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં વર્ષોથી ઘરકામ કરતી બે મહિલાઓએ મકાનમાલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. મકાનમાલિકે શંકાના આધારે બેડરૂમમાં લગાવેલા છુપા સીસીટીવી કેમેરામાં બંને મહિલાઓ તિજાેરી સાફ કરતી કેદ થઈ હતી. સમગ્ર મામલે મકાનમાલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે મુદ્દામાલ સાથે બંને મહિલાની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, ફતેવાડીમાં પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા મહેંદીરજા મરચન્ટે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના ઘરે છેલ્લા કેટલાક સમયથી કૌસરબહેન અને પરવીનબહેન નામની બે મહિલાઓ સાફસફાઈ માટે આવતી હતી. ગત એપ્રિલ માસમાં મહેંદીરજાની પત્ની પિયર ગઈ હોવાથી ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી આ બંને મહિલાઓએ તિજાેરી પર હાથ સાફ કર્યો હતો.
૩૦મી એપ્રિલના રોજ ફરિયાદીના માતાએ તિજાેરી ખોલતા જાણવા મળ્યું કે ૬૦ હજાર રોકડા અને દાગીનાનું એક પાઉચ ગાયબ છે. પાંચમી મેના રોજ ઘરમાં તપાસ કરવા છતાં સામાન ન મળતા મહેંદીરજાએ શંકાના આધારે બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. છઠ્ઠી મેના રોજ રાત્રે ફૂટેજ ચેક કરતા બંને મહિલાઓ તિજાેરીનું લોકર ખોલીને બીજું પાઉચ પણ ચોરતી રંગેહાથ કેદ થઈ હતી.
તપાસમાં બહાર આવ્યું છે કે બંને મહિલાઓએ મળીને કુલ ૧૨.૨૫ લાખ રૂપિયાની ચોરી કરી હતી, જેમાં ૧૦ તોલાની સોનાની ૧૩ વીંટી, હીરાની ૨ વીંટી, અઢી તોલાનો સોનાનો પેન્ડન્ટ સેટ અને ૬૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમનો સમવાશ થાય છે.
મહેંદીરજાએ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે રજૂ કરી કૌસરબહેન અને પરવીનબહેન સામે ચોરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને મહિલાઓની અટકાયત કરવાની અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી છે.

Related posts

અમદાવાદમાં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ,૨.૪૮ કરોડની નકલી નોટો,એઆઇ,ચીન કનેક્શન આવ્યું બહાર

બહાર નીકળો નહીંતર લાશો પડી જશે અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DYSPએ ૫ રાઉન્ડ ફાયરિંગ કય

ત્રણ કરોડથી વધુની એમ્બર્સગ્રીન સાથે એક ઝડપાયો

GUJARAT NEWS DESK TEAM

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

વ્હેલ માછલીની ઉલટી સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment