ગુજરાત

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ‘આઆપ’ દ્વારા ઉમેદવારોની યાદીઓને જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ભાજપ દ્વારા હજુ આજે સાંજે એક મનપા તેમજ ચાર જિલ્લાની જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેર કરવામાં આવી છે. જો કે હજુ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર મોરબી, નવસારી, મહેસાણા, પોરબંદર, ગાંધીધામ, સહિતની 14 મનપા તેમજ 30 જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે ભાજપના કાર્યકરોમાં તાલાવેલીની સાથે અવઢવ પણ જોવા મળી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજયમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી-‘આઆપ’ દ્વારા અત્યાર સુધીમાં નવ યાદીઓ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પાંચ જેટલી યાદીઓ જાહેર કરીને અડધા જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આ વખતે ધીમી ગતિએ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે, જેને લઈને કાર્યકરોમાં ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગર ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભાજપની સંકલન કમિટી તેમજ ચૂંટણી સમિતિઓની બેઠકના દોર ચાલી રહ્યા છે. આ દરમિયાનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ  જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ આજે બપોર બાદ ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તેમજ વડોદરા, દાહોદ, અરવલ્લી અને વાવ-થરાદ જિલ્લાની જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપ દ્વારા અનેક નવા ચહેરાઓને તેમજ પૂર્વ અધિકારીઓને સ્થાન આપી જ્ઞાતિ-જાતિ, સમુદાયો સહિતના અનેક પ્રકારના સોગઠાં ગોઠવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપ દ્વારા આવતીકાલ સવાર સુધીમાં ધીમે ધીમે બાકીની 14 મનપાઓ, 30 જિલ્લાઓની તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠક માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

રાજ્યવ્યાપી કુલ ૧૩ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

આઈઆઈએમએના 61મા પદવીદાન સમારંભમાં સ્નાતક થયેલ 629 વિદ્યાર્થીઓને સુશ્રી ચંદ્રિકા ટંડને કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તાની દુનિયામાં, સંકલિત બુદ્ધિમત્તા એટલે ‘સંપૂર્ણ’ માનવ બનવું. તે સાચા નેતૃત્વને વ્યાખ્યાયિત કરશે”  

ગુજકેટની આન્સર કી અંગેની રજૂઆતો બુધવાર સુધીમાં મોકલી શકાશે

રાજ્યભરમાં આગઝરતી ગરમી, પારો ૪૪ ડિગ્રીને પાર, અમદાવાદમાં ૪૪.૪ ડિગ્રી

શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ છે?

Leave a Comment