OTHER

જીસીસીઆઇ દ્વારા 16મીથી ગાંધીનગરમાં ગેટ-2026 એક્સ્પો

જીસીસીઆઇ દ્વારા 16મીથી ગાંધીનગરમાં ગેટ-2026 એક્સ્પો


ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) દ્વારા તેના પ્રતિષ્ઠિત વાર્ષિક ટ્રેડ એક્સ્પો—ગુજરાત એન્યુઅલ ટ્રેડ એકસ્પો (ગેટ-GATE) 2026 સતત બીજા વર્ષે યોજાશે. આ ગેટ એકસ્પો-2026નું પ્રદર્શન આગામી તા. ૧૬ થી ૧૮ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. ગેટ એક્સપોનું ઉદઘાટન તા. 16મી એપ્રિલના રોજ સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાશે. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે તેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વકાંક્ષા” (Gujarat’s Vision – Global Ambition) ની થીમ પર આગામી ૨૫ વર્ષનો રોડમેપ તૈયાર કરાયો છે. આ એક્સ્પો ગુજરાતને ટકાઉ ક્ષમતા (Sustainability), નવીનતા (Innovation) અને આર્થિક સ્થિતિસ્થાપકતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.
તેમણે જણાવ્યું હતું કે, ગેટ 2026 અંતર્ગત ઉચ્ચસ્તરીય સત્રો યોજાશે. જેમાં સીઇઓ પાવર પેનલ : વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ અંતર્ગત મુખ્ય વક્તવ્ય : ‘શૂન્ય સે શિખર તક’– સંજય ઘોડાવત ગ્રૂપના ચેરમેન સંજય ઘોડાવત નેતૃત્વ પર માર્ગદર્શન આપશે. આ ઉપરાંત સેમિકોન પેનલ ચર્ચા : વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો, એઆઇ અને ડીપટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેકક્ષેત્રનું ભવિષ્ય, સ્પોર્ટ્સ ઈકોનોમી : રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો તેમજ સ્ટાર્ટઅપ પિચિંગ : ઉભરતા ઉદ્યોગ સાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત જાણીતી અભિનેત્રી અને લેખિકા સોનાલી બેન્દ્રે તેમજ જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર રાકેશ બેદી સાથે વિશેષ ‘ફાયરસાઈડ ચેટ્સ’ પણ યોજાશે.
આ વખતે આ એકસ્પોના સમાપન સત્રમાં ઓટો મોબાઈલ અને મોબિલિટી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઇ અને આઇટી, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન, એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), ૯. રિન્યૂએબલ એનર્જી અને ગ્રીનટેક, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, મહિલા ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ જેવા ૧૩ મહત્વના ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ વખતના એક્સ્પોમાં ૪૫૦થી વધુ પ્રદર્શકો દ્વારા સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે, જ્યારે ૩૦૦૦૦થી વધુ મુલાકાતીઓ એકસ્પોની મુલાકાત લેશે.

Related posts

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવા સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પ્રવાસે

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી પાણી પુરવઠા બોર્ડની ઓચિંતી મુલાકાત

સિલ્વિન એડિટિવ્સ દ્વારા બોડેલીમાં આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ

GUJARAT NEWS DESK TEAM

GLS યુનિવર્સિટીએ SAE ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં ભારતનો પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ લોંચ કર્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment