ગુજરાત

શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ છે?

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધિત કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતએ જણાવ્યું હતું કે શ્રીરામ મંદિર ફાળો ચોરી એ આસ્થાના નામે રાજનીતિ, ચઢાવાના નામે લૂંટ છે. ભગવાન શ્રીરામના નામે એકત્રિત કરવામાં આવેલો ફાળો પણ BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કરોડો ભારતીયોની આસ્થા, સંસ્કૃતિ અને નૈતિક ચેતનાના પ્રતીક છે. દેશના ખૂણે-ખૂણેથી ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને શ્રદ્ધાળુઓ પોતાની મહેનતની કમાણી, પોતાના દાગીના, પોતાની બચત અને પોતાની શ્રદ્ધા લઈને શ્રીરામ મંદિર નિર્માણ માટે આગળ આવ્યા હતા. ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના સંગઠનોએ આશરે ત્રણ દાયકા સુધી ભગવાન શ્રીરામના નામે રાજનીતિ કરી, દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી શ્રીરામના નામે ફાળો એકત્ર કર્યો અને આ જ આંદોલનના આધારે સત્તા મેળવી. આજે એ જ કરોડો રામભક્તો એ પૂછવા માટે મજબૂર છે કે ભગવાન રામના નામે એકત્ર કરાયેલો ફાળો અને ચઢાવો આખરે કોના સંરક્ષણમાં લૂંટાયો? જ્યારે ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, તો આ કૌભાંડની જવાબદારી કોણ લેશે? જો બધું બરાબર હતું, તો ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા કેમ થયા? જો કંઈ ખોટું નથી થયું, તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસનો ડર શેનો છે? એ મુખ્ય સવાલો છે.

શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે. પહેલી વખત કોઈ મંદિર આરએસએસ અને ભાજપના સીધા નિયંત્રણમાં આવ્યું અને લૂંટાઈ ગયું. સંસ્કૃતિની ખાલ ઓઢીને રાજનીતિ કરનારા કોઈની સાથે ઈમાનદાર ન હોઈ શકે. ન તો પોતાના પ્રત્યે, ન તો જનતાના પ્રત્યે, ન તો ભગવાનના પ્રત્યે. સમસ્યા ચંપત રાય અથવા અનિલ મિશ્રા નથી. સમસ્યા તે સંઘી વ્યવસ્થા છે જે શ્રીરામ મંદિર માટે બનાવવામાં આવી છે. ચંપત રાયને આરએસએસે બેસાડ્યા હતા. તેમના નેતૃત્વમાં મંદિર લૂંટાયું. પહેલા ચંદો, પછી જમીન, પછી માટી, ગીટ્ટી, પથ્થર, નિર્માણ, ચઢાવા બધું લૂંટાયું. હવે ચંપતને હટાવીને કૃષ્ણમોહનને બેસાડી દીધા. ચંપત પણ આરએસએસના હતા. કૃષ્ણમોહન પણ આરએસએસના છે. અયોધ્યાની મહંત પરંપરાને દૂર કરીને, રામ મંદિર માટે લડનારા સંતોને બહાર કાઢીને, આરએસએસ મંદિર પર કબજો શા માટે ઈચ્છે છે?

અત્યાર સુધી સામે આવેલા તથ્યો અત્યંત ગંભીર છે જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાતત્કાલીન મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. આ પોતે જ એ વાતનો સંકેત છે કે મામલો સામાન્ય વહીવટી ભૂલનો નથી, પરંતુ એક મોટા કૌભાંડનો છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ પોતે જાહેરમાં નિવેદનો આપ્યા છે, જ્યારે ટ્રસ્ટની નાણાકીય દેખરેખ, પારદર્શિતા અને સંપત્તિઓની સુરક્ષાની સર્વોચ્ચ જવાબદારી તેમની જ હતી. મીડિયા અહેવાલો અનુસાર, ટ્રસ્ટના વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ રાવ (ગોપાલ નગરકોટે)ને હટાવવા અને તેમની સ્થિતિ અંગે પણ ગંભીર ભ્રમ અને વિરોધાભાસ સામે આવ્યા છે. આરએસએસના પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી કૃષ્ણમોહનને ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમના પર આખા પ્રકરણને દબાવવા અને લીપાપોતી કરવાના આરોપો જાહેરમાં લાગી ચૂક્યા છે. એ જગજાહેર છે કે ટ્રસ્ટના વહીવટી માળખા અને સર્વોચ્ચ નિમણૂકોમાં વડાપ્રધાન કાર્યાલય (PMO)ની સક્રિય ભૂમિકા રહી છે. આવામાં કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીમાંથી પોતાને અલગ ન કરી શકે. SIT હવે શ્રીરામ મંદિરના મોટા આયોજનોના ખર્ચની પણ તપાસ કરી રહી છે. ૨૨  જાન્યુઆરી ૨૦૨૪ની પ્રાણ-પ્રતિષ્ઠા પર આશરે ₹૧૧૩ કરોડખર્ચવામાં આવ્યા, જેમાં લગભગ ૮૦૦૦ અતિથિઓ સામેલ થયા હતા.૨૫ નવેમ્બર ૨૦૨૫ ના ધ્વજારોહણ કાર્યક્રમ પર આશરે ₹૧૦.૧૨કરોડ ખર્ચવામાં આવ્યા. નકલી રસીદો, રોકડ ચઢાવો, હિસાબ-કિતાબ અને કથિત ગેરરીતિના અનેક આરોપો સામે આવ્યા છે. નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે ટ્રસ્ટના સર્વોચ્ચ હોદ્દેદારોની જવાબદારી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. એટલું જ નહીં, ભાજપ-આરએસએસએ ન તો પ્રભુ શ્રી રામના ફાળાને છોડ્યો અને હવે ઉત્તરાખંડના શ્રી બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલા તાજેતરના દાન કૌભાંડે પણ એ પ્રશ્ન ઊભો કર્યો છે. કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ આ સત્ય પર પડદો પાડી શકતી નથી કે સીસીટીવી (CCTV) નિરીક્ષણ, બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને પ્રભાવશાળી લોકોના સંરક્ષણ વિના આટલા મોટા પાયે આ કથિત કૌભાંડ શક્ય બની શકે નહીં. ટુકડે-ટુકડે રાજીનામા, નાના કર્મચારીઓની ધરપકડ અને મર્યાદિત કાર્યવાહી માત્ર લીપાપોતી કરવાનો પ્રયાસ જણાય છે, જેથી મોટી માછલીઓ સુધી આંચ ન પહોંચે.

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે  મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની આસ્થા પર ધાડ પાડનારાઓને બચાવવાની નહીં, પરંતુ તેમને બેનકાબ કરવાની અને કાયદાના કઠેડામાં ઊભા રાખવાની જરૂર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ છે? શું ચંપત રાય, અનિલ મિશ્રા, ગોવિંદ દેવ ગિરી, ગોપાલ રાવ અને ટ્રસ્ટના અન્ય સર્વોચ્ચ હોદ્દેદારો આ આખા પ્રકરણમાં પોતાની જવાબદારીમાંથી બચી શકે છે?  જ્યારે આખું ટ્રસ્ટ શંકામાં છે, તો માત્ર નાના કર્મચારીઓ પર જ કાર્યવાહી કેમ?  શું ડબલ એન્જિન સરકાર દોષિતોને બચાવી રહી છે? શું કેન્દ્ર સરકાર સત્ય સામે આવવાથી ડરી રહી છે? જો બધું પારદર્શક હતું, તો રાજીનામા કેમ થયા? ધરપકડો સર્વોચ્ચ સ્તરે કેમ ન થઈ?  એ  દેશ જાણવા માંગે છે

ભગવાન શ્રીરામ કોઈ રાજકીય પક્ષની સંપત્તિ નથી. તેઓ કરોડો ભારતીયોની આસ્થા છે. ભગવાન રામના નામે એકત્રિત કરાયેલા નાણાંની કથિત લૂંટ અને તેના પર પડદો પાડવાનો દરેક પ્રયાસ દેશની ધાર્મિક ચેતનાનું અપમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સમક્ષ જવાબ આપે કે ટ્રસ્ટની રચના, સર્વોચ્ચ નિમણૂકો અને વહીવટી દેખરેખમાં તેમની સરકાર અને વડાપ્રધાન કાર્યાલયની શું ભૂમિકા રહી છે અને આટલા ગંભીર આરોપો પછી પણ તેઓ અત્યાર સુધી મૌન કેમ છે. ચંપત રાય, અનિલ મિશ્રા અને આ આખા કૌભાંડમાં સામેલ તમામ પ્રભાવશાળી વ્યક્તિઓ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધીને તેમની ધરપકડ કરવામાં આવે. આખા પ્રકરણની તપાસ સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ કરાવવામાં આવે જેથી એ સ્પષ્ટ થઈ શકે કે આ કથિત લૂંટ પાછળ કયા લોકો છે અને કોના સંરક્ષણમાં આ બધું વર્ષો સુધી ચાલતું રહ્યું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને તાત્કાલિક ભંગ કરવામાં આવે, વર્તમાન ટ્રસ્ટને ભંગ કરીને ધર્માચાર્યો, પ્રતિષ્ઠિત નાગરિકો, વહીવટી નિષ્ણાતો અને સ્વતંત્ર સભ્યો સાથે એક નવું, પારદર્શક અને જવાબદારીપૂર્વકનું ટ્રસ્ટ ગઠિત કરવામાં આવે, ચઢાવા અને ફાળાનું સંપૂર્ણ ફોરેન્સિક ઓડિટ, શ્રી રામ મંદિર માટે પ્રાપ્ત થયેલા તમામ ફાળા, ચઢાવા, જમીનની ખરીદી, આયોજનો અને ખર્ચાઓનું સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરીને તેનો અહેવાલ જાહેર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે

Related posts

કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી ના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી

GUJARAT NEWS DESK TEAM

આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: અમિત શાહ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૫ હજાર લોકો સાથે માણસામાં કર્યો યોગાભ્યાસ

સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.

GUJARAT NEWS DESK TEAM

આજથી ગુજરાતમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ 

GUJARAT NEWS DESK TEAM

બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો  કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

Leave a Comment