ગુજરાત

સાવરકુંડલાના ઠવી ગામે ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહનો હુમલો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી વન્યજીવના હુમલાની વધ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠવી ગામે ગત રાત્રિ દરમિયાન એક સિંહે ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહના આ હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામજનોમાં ભારે ફફડાટ માહોલ જાેવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઠવી ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ વાઘેલા ગત રાત્રે ઘરની ઓસરીમાં સૂતો હતો. આ દરમિયાન રાત્રિના અંધકારમાં એક સિંહ શિકારની શોધમાં ગામમાં ધસી આવ્યો હતો અને ઓસરીમાં સૂતેલા રાજુ પર અચાનક હુમલો કર્યો હતો.
સિંહે અચાનક હુમલો કરતા જ ગભરાયેલા રાજુએ જીવ બચાવવા માટે જાેરજાેરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. તેની બૂમો સાંભળીને આસપાસના પરિવારજનો અને ગ્રામજનો લાકડીઓ લઈને તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો અને ઘોંઘાટ જાેઈને સિંહ પશુપાલકને છોડીને ભાગી છૂટ્યો હતો.સિંહના આ હુમલામાં પશુપાલક રાજુ વાઘેલાના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સિંહે તેના પંજા અને દાંત વડે યુવકના પગને ફાડી ખાધો હતો. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ મારફતે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, યુવકની સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ ઇજા એટલી ગંભીર હતી કે તેના પગમાં આશરે ૨૫ જેટલા ટાંકા લેવા પડ્યા છે.ઉલ્લેખનીય છે કે, માત્ર સવા મહિનાની અંદર જ સિંહ દ્વારા નાગરિકો પર હુમલો કરવાની આ છઠ્ઠી ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Related posts

અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

GUJARAT NEWS DESK TEAM

AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા

GUJARAT NEWS DESK TEAM

નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદદ્વારા JEE Advanced 2026 માંશાનદારસફળતા

GUJARAT NEWS DESK TEAM

રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment