
શાહપુર યુવકમંડળના ઉપક્રમે દિવાળીના તહેવારોમાં ઘરે ઘરે સ્વદેશી દીવા પ્રગટાવીને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાર્થક કરવાના શુભ આશયથી નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ દરિયાપુરના સેવાભાવી ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
શાહપુર યુવક મંડળના પ્રમુખ અને ગુજરાત યુનિવર્સીટીના પુર્વ ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારે સમગ્ર કાર્યક્રમની વિગતોમાં જણાવ્યું હતું કે દિવાળીના અંધકારથી ઉજાસ તરફ લઇ જતા પર્વે શાહપુરમાં વસતા નગરજનોને અને મ્યુનિ.શાળા નં-૧ ના બાળકોને દીવા વિતરણ કરવામાં આવ્યું હતું. શાહપુર શાળા નં-૧ અને ૧૫ ના ૪૦૦ જેટલા બાળકોને તારામંડળનું વિતરણ કરી દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
દિવાવિતરણના શુભ કાર્યક્રમમાં કાર્યકરો શ્રી રાજેશ શુકલ,શ્રી ભરતભાઈ ભાવસાર, શ્રી ભરતભાઈ પ્રજાપતિ, શ્રી જે.સી.ભાવસાર, શ્રી દિનેશભાઈ ભાવસાર,શ્રી ભીખાભાઈ, શ્રી પીન્ટુ ભાવસાર,શ્રી બિપીનભાઈમોદી, શ્રી શૈલેષ ભાવસાર, ડૉ.અશ્વિન ભાવસાર, શ્રી નિલેશભાઈ ભાવસાર સહિત યુવાનો જોડાયા હતાં.