
છેલ્લા કેટલાક સમયથી આપણા સમાજ દર્શન માં અમુક બાબતો ધ્યાન માં આવી છે જેનું મનોમંથન કરવા જેવું છે…
1- વ્યસન
સૌથી વધુ તમાકુ કે સિગારેટ નું વ્યસન જોવા મળે છે .ઘરના મોભીનું કેન્સરના કારણે અકાળે મૃત્યુ થવાથી અને જે પરિવાર પોતે દાન આપતા હતા તેઓ ના બાળકો અને ઘરડા માં બાપ અત્યારે દયનિય પરિસ્થિતિ માં જીવન ગુજારતા જોવા મળે છે.
2- દેણું
અત્યારે મોટા ભાગ ના પરિવાર જરૂરિયાત માટે લોન લે છે, મોજ શોખ માટે વ્યાજે પૈસા લે છે અને બચતના નામે કઈજ હોતું નથી જેના કારણે આખો પરિવાર ધીમે ધીમે ગરીબીના ખપ્પરમાં હોમાય છે. ખોટી દેખા દેખી એમાં મૂળભૂત કારણ છે.
3- સહનશીલતા નો અભાવ
અત્યારે મોટા ભાગે દરેક સભ્ય પરિવાર કરતા વધુ સમય મોબાઈલને આપે છે માટે પરસ્પરનું જોડાણ નહિવત રહે છે અને ઘરમાં કોઈ_કોઈનું પણ સાંભળતું નથી અને નાની વાત વિકરાળ સ્વરૂપ ધારણ કરી ઘરમાં મનભેદ થાય છે.
4- ઘરકંકાસ
સૌથી મોટું કારણ પિયરપક્ષ પોતાની દીકરીના સાસરામાં દખલ કરે છે. નાની વાતમાં પુત્રીને પ્રોત્સાહિત કરી ઘરના નાના ઝગડાને વિકરાળ સ્વરૂપ આપી પોતાનીજ દીકરીના જીવનને નર્ક બનાવે છે. શરૂઆતમાં તકલીફ નથી પડતી પણ માં બાપની હયાતી ના હોય ત્યારે તે દીકરી અત્યંત ખરાબ પરિસ્થિતિમાં નિ:સહાય બની જાય છે.
5- બે પેઢી વચ્ચે નો સમન્વયનો અભાવ
અત્યારે ડિજિટલ અને નોન ડિજિટલ એમ બે પેઢી સાથે રહે છે. ઘરમાં વડીલો અને યુવાનોમાં ઘર્ષણના કારણે પરિવારમાં મનદુઃખ રહ્યા કરે છે.
એમાંથી કેવી રીતે બચવું તે આપણે આપણા ઘરના હીતને ધ્યાનમાં રાખી જાતે નક્કી કરવું રહ્યું.
આ લખવાનું કારણ માત્ર સમાજમાં જાગૃતતા લાવવાનું છે.
આ મારો અંગત અનુભવ છે. જો કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરશો.