OTHER

પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલા

વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન નજીક પાર્કિંગના સામાન્ય મુદ્દે એક પોલીસ જવાન પર લાકડીઓ અને ડંડા વડે ઘાતકી હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામના વતની અને હાલ વડોદરાની નવભારત પોલીસ લાઈનમાં રહેતા ધ્રુવેસિંગ દશરથભાઈ રાઠવાએ આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રુવેસિંગ છેલ્લા અઢી વર્ષથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને હાલ પીએસઆઈ (ઁજીૈં) ની પરીક્ષા હોવાથી ૨૯ જૂન સુધી રજા પર છે. શનિવારે સવારે તેઓ વતન જવા માટે નીકળ્યા ત્યારે આ હિંસક ઘટના બની હતી.
ફરિયાદ અનુસાર, ધ્રુવેસિંગ સવારે પોણા સાત વાગ્યે પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસે અલવી વ્હોરા કબ્રસ્તાનની દીવાલ નજીક પોતાની બાઈક પાર્ક કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ આવીને પાર્કિંગના પૈસા માંગ્યા હતા. પોલીસ જવાને નિયમ મુજબ પાર્કિંગની પાવતી માંગતા જ મહિલા એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળો બોલવા લાગી હતી. જાેતજાેતામાં મહિલાએ તેના પતિ અને પુત્રને પણ ત્યાં બોલાવી લીધા હતા. આ ત્રણેય જણાએ બાઈક હટાવવાનું કહી ઝઘડો શરૂ કર્યો હતો અને તેમાંથી એક શખ્સે લાકડી વડે ધ્રુવેસિંગ પર હુમલો કરી દીધો હતો. મામાને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાણેજને પણ હુમલાખોરોએ બેરહેમીથી માર માર્યો હતો. હુમલાથી બચવા માટે પોલીસ જવાન જ્યારે પ્લેટફોર્મ તરફ ભાગ્યો, ત્યારે ત્રણેય આરોપીઓએ તેનો પીછો કરીને પ્લેટફોર્મ પર પકડી પાડ્યો હતો અને ફરીથી ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાહેરમાં અને તે પણ રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારમાં પોલીસ જવાનને દોડાવી દોડાવીને માર મારવાની આ ઘટનાથી મુસાફરો અને સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સામાન્ય જનતાની સુરક્ષા કરતી પોલીસ પર જ જ્યારે અસામાજિક તત્વો બેખોફ બનીને હુમલો કરતા હોય, ત્યારે સામાન્ય નાગરિકોની સલામતી સામે મોટા સવાલો ઊભા થાય છે. ભોગ બનનાર પોલીસ જવાનની ફરિયાદના આધારે વાડી પોલીસે ગુનો નોંધી, કાયદો હાથમાં લેનારા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ે

Related posts

નવા વર્ષની શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી પર્વની ઉજવણીમાં સહભાગી થઈ હોળી દર્શન કર્યા

કુમકુમ મંદિર દ્વારા “શિક્ષાપત્રી” ગ્રંથની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

GUJARAT NEWS DESK TEAM

ગોપાલ ઈટાલીયા ના નિવેદન માટે RTI

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિશેષ ઉજવણી

વિયેટજેટ અમદાવાદથી થાઈલેન્ડની બેંગકોક માટે ઉદ્ઘાટન ફ્લાઇટ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment