મારું શહેર

રાજકોટના રૈયા રોડ પર બેફામ કારે મોપેડ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યા

રાજકોટના રૈયા રોડ પર રવિવારે (૨૧મી જૂન) સવારે કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો હતો. આમ્રપાલી અંડરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે જતી કાર સ્પીડબ્રેકર પર એટલી જાેરદાર અથડાઈ હતી કે તે હવામાં ઉછળી હતી. ત્યારબાદ બેકાબૂ બનેલી આ કારે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા, તે હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોપેડ સવાર વૃદ્ધને જાેરદાર ટક્કર માર્યા બાદ કારચાલકે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારે માર્ગમાં અન્ય બે વાહનોને પણ હડફેટે લીધા હતા. અંતે ઘટનાસ્થળેથી આશરે ૨૦૦ મીટર દૂર એક શેરીમાં વળવા જતાં આ બેકાબૂ કાર એક વૃક્ષ પાસે આવેલા બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈને અટકી ગઈ હતી. અકસ્માત એટલો જાેરદાર હતો કે અથડાતાંની સાથે જ કારની એરબેગ્સ ખુલી ગઈ હતી. કાર અથડાયા બાદ ચાલક સહિત તેમાં સવાર તમામ લોકો કારને ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોપેડચાલકની ઓળખ રમેશ કુમાર તરીકે થઈ છે, જે રેલવેના કર્મચારી છે. અકસ્માતને પગલે રસ્તા પર પટકાતાં તેમને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં જ આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત રમેશ કુમારને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યાનુસાર, કાર કોઈ પુખ્ત વયની વ્યક્તિ નહીં પરંતુ એક સગીર ચલાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક સહિત કારમાં કુલ પાંચ સગીરો સવાર હતા, જેઓ સવારે યોગા ક્લાસમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. વધુમાં અકસ્માત સર્જનાર આ કારની પાછળના ભાગે કોઈ નંબર પ્લેટ પણ લગાવેલી નહોતી.
આ ગંભીર મામલાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપાસમાં જાેડાયો હતો. કાર ચલાવનાર સગીર હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક તેના પિતાને પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન કર્યું હતું. પોલીસે સગીરના પિતાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને આ અંગે વિગતવાર નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ે

Related posts

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

ગુજરી બજારના પાથરણાવાળાઓનું હલ્લાબોલ

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન

પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ ભુવા નગરી બની

Leave a Comment