OTHER

NOC વિના ચાલતી ૩૭ હોટલ સામે સીલિંગની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ દ્વારા હોટલો સામે કડક તવાઈ બોલાવવામાં આવી છે. શહેરના મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની હોટલોમાં ફાયર વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફાયર ર્દ્ગંઝ્ર વગર ધમધમતી હોટલો વિરૂદ્ધ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા અગાઉ ૭ જૂન અને ૧૮ જૂનના રોજ આ હોટલોને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાંય ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતા ૩૭ જેટલી હોટલને નોટિસ આપ્યા બાદ હવે સીલિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.આ અંતર્ગત ચાંદખેડા વિસ્તારની ૪ હોટલને ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાયું છે. ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ ફાયરના જરૂરી સાધનો ન હોવાને કારણે આ હોટલો સામે પગલાં લેવાયા છે. હાલમાં ફાયર વિભાગ અને છસ્ઝ્ર એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Related posts

ડાંગ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ, સાપુતારામાં ૧૩ ઇંચ વરસાદથી પૂર

જીસીસીઆઇ દ્વારા 16મીથી ગાંધીનગરમાં ગેટ-2026 એક્સ્પો

લોકસંસ્કૃતિને સાચવનારા કચ્છમાં લોકનારીઓના વેઢે વણાયેલી છે ભાતીગળ ગુજરાતની લોકકળા

GUJARAT NEWS DESK TEAM

રાજપીપળા મિત્ર મંડળનો અમદાવાદમાં નૂતન વર્ષનો કાર્યક્રમ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

Leave a Comment