OTHER

દેહગામ ખાતે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી નવા હેમોડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરાયું

 

ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન (આઈ.આર.એફ.) એક બિન-નફાકારક સંસ્થા છે. જે સ્વાસ્થ્ય  ક્ષેત્રમાં કાર્યરત છે. શ્રી ત્રિલોકભાઈ આર. પરીખના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચોવીસ વર્ષથી સંસ્થા સમગ્ર ગુજરાતમાં કિડની રોગ અંગે લોકજાગૃતિ, સારવાર, પુનર્વસન, શિક્ષણ, કેડેવર અંગદાન અંગે લોકજાગૃતિને સંશોધન ક્ષેત્રે સેવાઓ આપી રહી છે.

સંસ્થા અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, રાજકોટ, ભુજ-સોમનાથ, ભુજ અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં મોબાઈલવાન દ્વારા નિશુલ્ક બીપી અને શુગર ચેકઅપ સાથે લોકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી રહી છે.

ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા ‘સેવ એ લાઈફ’ કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓને હેમોડાયાલિસિસ જેવી મહત્વપૂર્ણ સારવાર નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નશીલ છે. આ પ્રયાસના ભાગરૂપે તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ દેહગામ ખાતે વિઠલભાઈ ફાઉન્ડેશન સંચાલિત આશીર્વાદ આઈ એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી નવા હેમોડાયાલિસિસ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ત્રિલોકભાઈ પરીખ, ડાયરેક્ટર શ્રીમતી નિયતીબેન પરીખ વિઠલભાઈ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી હરિભાઈ બી. અમીન, ડાયાલિસિસ યુનિટના દાતા શ્રી જયંતીભાઈ સંઘવી, શ્રી પી.કે.લહેરી સાહેબ, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચોહાન, ડૉ. વિશ્વાસભાઈ અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવા હેમોડાયાલિસિસ યુનિટ શરૂ થવાથી દહેગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કિડનીના દર્દીઓને હવે નજીકના જ સુવિધાજનક અને સમયસર સારવાર ઉપલબ્ધ થશે, જે તેમના માટે મોટી રાહત સાબિત થશે.

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ પ્રધાનમંત્રીને જન્મદિનની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

એક ઇન્ટરેક્ટિવ જાગૃતિ સત્રમાં એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ માત્ર પીઠનો દુખાવો નથી; તે આંખ, આંતરડા અને ત્વચાને પણ અસર કરી શકે છે: તબીબી નિષ્ણાતો

‘સંગાથ ફાઉન્ડેશન’ના જન્મદિવસની ઉજવણી

ભારત સરકારે એનડીડીબીના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને “આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025” અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર  કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

ઇન્ડિયન ઓઇલ અને મારુતિ સુઝુકીએ ફ્યુઅલ સ્ટેશનો પર વાહન સેવા નેટવર્કના વિસ્તરણ માટે એમઓયુ કર્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment