ગુજરાત

ઇંધણના મોનિટરિંગ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના

વૈશ્વિક સ્થિતિને કારણે દેશમાં ઊભી થયેલી સ્થિતિને જોતાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.

મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની આ સમિતિ મુખ્ય સચિવના અધ્યક્ષપદે કાર્યરત રહેશે, જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિનું પ્રાથમિક કાર્ય રાજ્યભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી અને અનાજ જેવા પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ આંતર-જિલ્લા સ્તરે જથ્થાની ફાળવણી અને હેરફેર માટે આ સમિતિ સીધા દિશાનિર્દેશો આપશે.

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોસ્પિટલો, જાહેર પરિવહન અને સસ્તા અનાજની દુકાનો (PDS) જેવા અતિ આવશ્યક સેવાકીય ક્ષેત્રોમાં પુરવઠો જરા પણ ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જિલ્લા કક્ષાએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષકની બનેલી સમિતિ સ્થાનિક સ્તરે નજર રાખશે. દરેક જિલ્લામાં સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જે નિયત સમયે રાજ્ય કક્ષાએ રિપોર્ટિંગ કરશે.

Related posts

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ

GUJARAT NEWS DESK TEAM

શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તક પ્રસિદ્ધ કરાયું

જય સોમનાથના નાદ સાથે સોમનાથના માર્ગો ઉપર પીએમ મોદીની શૌર્ય યાત્રા

GUJARAT NEWS DESK TEAM

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ..પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ રસપૂર્વક નિહાળ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment