ગુજરાત

ખેડૂતોની હાલત ખરાબ હોવા છતાં આ અહંકારી ભાજપ સરકાર વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકાર આપણા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી અને આપણી હાલત ખૂબ જ ખરાબ છે. આપણે આ સરકારને એ વિચારથી સત્તા પર બેસાડી હતી કે જ્યારે ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને ભાગ્યાઓ પર અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આફતો આવશે, ત્યારે સરકાર જાતે જોઈ-સાંભળીને આપણને ન્યાય અને સહાય આપશે. પરંતુ આ અહંકારી અને ઉદ્યોગપતિઓની ભાજપ સરકાર કંઈપણ સાંભળવા તૈયાર નથી. આપણે આંદોલનો કરીએ, ઉપવાસ પર બેસીએ, ધરણા કરીએ, પત્રો લખીએ, રાડો પાડીએ કે પછી ચૂંટણીમાં પેટીઓ ભરીને તેમને જવાબ આપીએ, છતાં પણ આ ભાજપ સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનું નામ નથી લેતી. ભાજપના સ્થાનિક નેતાઓ તો બિચારા માયકાંગલા સાબિત થયા છે; એવું નથી કે તેમણે પત્રો નથી લખ્યા કે રજૂઆતો નથી કરી, પરંતુ તેમનું કશું ઉપજતું નથી અને તેમને ત્યાંથી ભગાડી મૂકવામાં આવે છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં વિનંતી કરતા જણાવ્યું હતું કે, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ત્યાંના ખેડૂતો પોતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરીને સરકાર પાસે હક માંગે. હજારોની સંખ્યામાં વિડીયો બનાવો, કમેન્ટ્સ કરો અને ભાજપના આગેવાનોને પણ વિનંતી કરો કે તેઓ પણ વિડીયો બનાવીને આપણો અવાજ ઉઠાવે. આ સાથે જ હું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પણ અપીલ કરું છું કે તેઓ ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિ માટે વિડીયો, પોસ્ટ અને રીલ્સ બનાવીને અવાજ ઉઠાવે. ગામ, તાલુકા કે જિલ્લાના તમામ ખેડૂતો અને કોઈપણ રાજકીય પાર્ટીના આગેવાનો પોતપોતાની રીતે વિડીયો બનાવીને મૂકે અને માંગ કરે કે સરકાર આ વિસ્તારોને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે.

Related posts

રાજ્ય સભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢ શહેર માટે નવી બાયપાસ રેલવે લાઇન નાંખવાની રજૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ વહીવટીતંત્રમાં તળિયાઝાટક ફેરફારો, ૭૨ આઇએએસની સાગમટે બદલી

GUJARAT NEWS DESK TEAM

AAP નેતા જીગીશા પટેલ સાથે મહિલાઓ પાણીના બેડાં લઇને આવેદનપત્ર આપવા પહોંચી

નૂતન જનોઈ ધારણ કાર્યક્રમ

વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

અદાણી મુન્દ્રા એરપોર્ટનોસંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ આજે મુન્દ્રાથી મુંબઇ-ગોવાને જોડતી પ્રથમ ઉડાન ભરી  

Leave a Comment