બિઝનેસ

EFPO પર ૮.૨૫% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા

EFPO  પર ૮.૨૫% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા
ારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે EFPO  પર ૮.૨૫% વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એક સત્તાવાર સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, આ આદેશ બાદ ચાલુ મહિનામાં જ દેશના ૭ કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની પ્રબળ શક્યતા છે.
સામાન્ય પ્રક્રિયા હેઠળ, EFPO  દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને જ્યારે નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપે છે, ત્યાર બાદ જ તે ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. સૂત્રે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે ઈઁર્હ્લંની સર્વોચ્ચ ર્નિણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ  દ્વારા ભલામણ કરાયેલા ૮.૨૫% વ્યાજદરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
આ અગાઉ, ૨ માર્ચ ૨૦૨૬ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઝ્રમ્ની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વ્યાજદર ૮.૨૫% રાખવાનો ર્નિણય લેવાયો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખ્યો છે. ભારત સરકાર EFPO  ફંડ માટે ગેરન્ટર હોવાથી,  આ ર્નિણયને નાણાં મંત્રાલયની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે તમામ ટેકનિકલ અને નાણાકીય પાસાઓની તપાસ કર્યા બાદ આ પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. શ્રમ મંત્રાલયના નિર્દેશો અનુસાર, ઈઁર્હ્લં દ્વારા આ મહિનાના અંત સુધીમાં તમામ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં હ્લરૂ૨૬ માટેનું વ્યાજ જમા કરી દેવામાં આવશે. વળી, ઈઁર્હ્લં દ્વારા વિકસાવવામાં આવેલી નવી આધુનિક સિસ્ટમના કારણે આ વખતે વ્યાજની રકમ સભ્યોના ખાતામાં કોઈ પણ વિલંબ વગર તરત જ ટ્રાન્સફર થઈ જશે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, ઈઁર્હ્લં એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વ્યાજ દર ૮.૨૫ ટકા જાળવી રાખ્યો હતો. ૨૦૨૪ માં, ઈઁર્હ્લં એ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દરમાં થોડો વધારો કરીને ૮.૨૫ ટકા કર્યો હતો, જે ૨૦૨૨-૨૩ માં ૮.૧૫ ટકા હતો.
માર્ચ ૨૦૨૨ માં, સંસ્થાએ ૨૦૨૧-૨૨ માટે વ્યાજ દર ઘટાડીને ૮.૧૦ ટકા કર્યો, જે ચાર દાયકાથી વધુ સમયનો સૌથી નીચો છે. અગાઉ, ૨૦૨૦-૨૧ માં આ દર ૮.૫ ટકા હતો. નાણાકીય વર્ષ ૧૯૭૭-૭૮ માં તે ૮ ટકા હતો.
માર્ચ ૨૦૨૦ માં, EFPO  એ ૨૦૧૯-૨૦ માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર ૨૦૧૮-૧૯ માં ૮.૬૫ ટકાથી ઘટાડીને ૮.૫ ટકા કર્યો. સંસ્થાએ ૨૦૧૬-૧૭ માં ૮.૬૫ ટકા અને ૨૦૧૭-૧૮ માં ૮.૫૫ ટકા વ્યાજ દર ઓફર કર્યો, જે ૨૦૧૫-૧૬ માં ૮.૮ ટકા હતો. ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માં વ્યાજ દર ૮.૭૫ ટકા હતો, જે ૨૦૧૨-૧૩ માં ૮.૫ ટકા કરતા વધારે હતો. ૨૦૧૧-૧૨ માં આ દર ૮.૨૫ ટકા હતો.
અગાઉના વર્ષો પર નજર કરીએ તો EFPO એ વ્યાજદરમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે:
• ૨૫ (૨૦૨૪-૨૫): ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ ઈઁર્હ્લંએ વ્યાજદર ૮.૨૫% પર યથાવત રાખ્યો હતો.
• હ્લરૂ૨૪ (૨૦૨૩-૨૪): વર્ષ ૨૦૨૪માં EFPO એ વ્યાજદર ૮.૧૫%થી વધારીને ૮.૨૫% કર્યો હતો.
• હ્લરૂ૨૨ (૨૦૨૧-૨૨): માર્ચ ૨૦૨૨માં વ્યાજદર ઘટાડીને ૮.૧૦% કરવામાં આવ્યો હતો, જે તે સમયે છેલ્લા ૪ દાયકાનો સૌથી નીચો સ્તર હતો. આ પૂર્વે ૧૯૭૭-૭૮માં વ્યાજદર ૮% નોંધાયો હતો.
• હ્લરૂ૨૦ (૨૦૧૯-૨૦): માર્ચ ૨૦૨૦માંEFPO  પરનો વ્યાજદર ૮.૬૫%થી ઘટાડીને ૮.૫% કરવામાં આવ્યો હતો.
• અન્ય વર્ષો: EFPO એ સભ્યોને ૨૦૧૬-૧૭માં ૮.૬૫%, ૨૦૧૭-૧૮માં ૮.૫૫% અને ૨૦૧૫-૧૬માં ૮.૮% વ્યાજ આપ્યું હતું. જ્યારે ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫માં આ દર ૮.૭૫% હતો.

Related posts

અદાણી ગ્રીન એનર્જીની મજબૂતી પર મહોર, સ્થિર આઉટલુક સાથે રેટિંગ અપગ્રેડ

GUJARAT NEWS DESK TEAM

પ્રોજેક્ટ પ્રગતિ: વિશ્વની પ્રથમ ટકાઉ એરંડા પહેલથી ગુજરાતના 10,000+ ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું

GUJARAT NEWS DESK TEAM

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

અમદાવાદમાં એસ જી હાઇવે મરકબા ખાતે સ્ટેલર સ્કોડા શો રૂમનું ઉદઘાટન કરાયું

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રજૂ કર્યું ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ, કરૂણા અને ઉત્કૃષ્ટતા સાથે વડીલોની આરોગ્ય સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરે છે

GUJARAT NEWS DESK TEAM

અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ; મલ્ટિમોડલ ક્ષમતામાં વધારો

Leave a Comment