ભારત ના દરિયા કિનારે ચક્રવાત નો બદલાયો રહ્યો છે ટ્રેન્ડ, અરબી સમુદ્ર બની રહ્યો છે વાવાઝોડાં નો હોટસ્પોટ.
• ગુજરાત રાજ્યના દરીયાઈ તટ ઉપર છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ચક્રાવાતનો સામનો કર્યો છે.
• વર્ષ ૧૯૭૫-૨૦૦૦ સુધી માં ૭ જેટલા મુખ્ય ચક્રવાત પ્રવુત્તિ જોવા મળી હતી,જ્યારે વર્ષ ૨૦૦૧-૨૦૨૫ વચ્ચે ૨૨ થી વધુ ચક્રવાત અને ડિપ્રેશન જેવી પ્રવુત્તિ જોવા મળી છેઃ પ્રતિ વર્ષ સરેરાશ ૧૦.૧ મિલીડિગ્રી વધી રહ્યું છે દરિયાઈ સપાટીનું તાપમાન જેથી વધી રહ્યાં છે ચક્રાવાતો
• સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએ.
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા એ જણાવ્યું હતું જ્યારે શક્તિ નામ નું વાવાઝોડાં ગુજરાત ના દરિયાકિનારે દસ્તક આપી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી અરબી સમુદ્ર ચક્રવાતો નું હોટસ્પોટ બની રહ્યું છે. ભારત ની આજુબાજુ ના દરિયાઈ કિનારા નો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, સામાન્ય રીતે બંગાળ ની ખાડી માં વધુ ચક્રવાતો જોવા મળતા હતા. બંગાળની ખાડી માં અરબી સમુદ્ર કરતા વધુ ઉષ્ણતા જોવા મળતી હતી. ઉત્તર અરબી સમુદ્રમાં દશક દીઠ ૦.૨૪ ડીગ્રી સેલ્સીયન્સનો દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક દરિયાઈ સપાટીની તાપમાન વધવાની ગતિ જે ૦.૧૩ ડીગ્રી સેલ્સીયન્સ છે. જે પુરવાર કરે છે કે અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વૈશ્વિક દરિયાની સપાટીના તાપમાન કરતા બમણી ગતિએ વધી રહ્યું છે. વર્ષ ૧૯૮૦ થી લઈને વર્ષ ૨૦૧૩ દરમ્યાન અરબી સમુદ્રના તટ ઉપર ૭ ટ્રોપીકલ સાયક્લોનમાં ૨૮ ઝડપી તીવ્રતાની ઘટના જોવા મળી હતી. જે વર્ષ ૨૦૧૩ બાદ વધી ૧૪ ટ્રોપીકલ સાયક્લોમાં ૫૬ તીવ્રતાની ઘટનાઓને નોંધવામાં આવી છે. જે વર્ષ ૨૦૧૩ પહેલાની ઘટનાઓ કરતા બમણી છે. વર્ષ ૧૯૮૦ થી વર્ષ ૨૦૧૩ સુધી ટ્રોપીકલ સાયક્લોનની તીવ્રતા ૨૦ થી ૨૫ કિલો ટન પ્રતિ ૨૪ કલાક હતી તે વધી વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૨૩ વચ્ચે ૪૦ કિલો ટન પ્રતિ ૨૪ કલાક થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના દરીયાઈ તટ ઉપર છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ચક્રાવાતનો સામનો કર્યો છે. પહેલા રિસર્ચ મુજબ છેલ્લા બે દશક માં વાવાઝોડાં ના આવર્તન માં ૫૨% નો વધારો થયો છે, જ્યારે વાવાઝોડાં ના સમયગાળા માં ૮૦% નો વધારો અને તીવ્રતા માં ૨૦ થી ૪૦% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે બંગાળ ની ખાડી માં વાવાઝોડાં માં ૮ % નો ઘટાડો જોવા મળ્યો છે.