ગુજરાત

ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજપોલ નાખી , પૂરતું વળતર ન આપી ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરે સરકાર : અમિત ચાવડા

 

અમદાવાદમાં આયોજિત ખેડૂતોની મહારેલી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે,ગુજરાતમાં જાણે બ્રિટિશ શાસન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં જગતના તાત સમાન ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. ભાજપ સરકાર અંગ્રેજોની નીતિઓ અપનાવીને અન્નદાતાઓ પર અમાનુષી અત્યાચારો ગુજારી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ખેડૂતોને ધમકાવવામાં અને ડરાવવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોની વિવિધ ન્યાયિક માંગણીઓ માટે ગુજરાત કોંગ્રેસ અને સંખ્યાબંધ ખેડૂત સંગઠનો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, પરંતુ ભાજપ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ખેડૂતોના હક માટે આ લડાઈ લડશે અને તેમનો અવાજ વધુ બુલંદ કરશે.

          ખેડૂતોના જમીન સંપાદન, વીજપોલ અને પાક વળતર જેવા ન્યાયિક મુદ્દાઓ અને તેમની પડતર માંગણીઓનું સંપૂર્ણ સમર્થન કરે છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે આજે જગતનો તાત પોતાના હક માટે રસ્તા પર આવીને આંદોલન કરવા મજબૂર બન્યો છે. કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતોના અધિકારોની રક્ષા માટે વિધાનસભાથી લઈને સડક સુધી લડત લડતી આવી છે અને ભવિષ્યમાં પણ લડતી રહેશે.બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને કાર્યકરતાએ ખેડૂતોના આંદોલનને પોતાના સ્વાર્થ માટે રાજકીય રંગ આપવાના અને હંગામો મચાવીને ખેડુતોની માંગને નબળા પાડવાના પ્રયાસો કર્યો હતો. કોંગ્રેસ સખત શબ્દોમાં નિંદા કરે છે.ખેડૂતોની લડત રાજનીતિથી પર હોવી જોઈએ અને  પક્ષા પક્ષી અને પોતાના અંગત સ્વાર્થ માટે અન્નદાતાના સંઘર્ષનો દુરુપયોગ કરવો જોઈએ નહીં.

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી

પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026

GUJARAT NEWS DESK TEAM

પશ્ચિમ રેલવે એ માલ પરિવહનમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment