ગુજરાત

પ્રોટોકોલ મુદ્દે મહિલા ધારાસભ્ય દર્શનાબહેન ધરણા પર બેઠાં

સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપની આંતરિક નારાજગી ખુલ્લેઆમ સામે આવી છે. નાંદોદ વિધાનસભાના ભાજપના મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે કાર્યક્રમ દરમિયાન પોતાનું અપમાન થયું હોવાનો આક્ષેપ કરીને કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા.
મળતી માહિતી મુજબ રાજપીપળાના આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિત ભાજપ (મ્ત્નઁ)ના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
જાેકે સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં પ્રોટોકોલનું પાલન ન થયું હોવાનો આક્ષેપ કરીને ડો. દર્શનાબેન દેશમુખે નારાજગી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા ડો. દર્શનાબેન દેશમુખે જિલ્લા ભાજપ સંગઠન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સતત તેમની અવગણના અને અપમાન કરવામાં આવી રહ્યું છે.તેમણે વધુમાં દાવો કર્યો હતો કે ગાંધીનગરના એક પ્રભાવશાળી મંત્રીના પીઠબળના કારણે જિલ્લા સ્તરે મનમાની ચાલી રહી છે. સંગઠન દ્વારા ટિકિટ ફાળવણી સહિતના ર્નિણયો પણ મનફાવે તે રીતે લેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રકારની કામગીરીના કારણે ચૂંટણીમાં પણ નુકસાન થયું હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.
ધરણા દરમિયાન ધારાસભ્યએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જાે પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો તેઓ સંગઠન અને ધારાસભ્ય પદ અંગે પણ કડક ર્નિણય લઈ શકે છે. તેમના નિવેદન બાદ જિલ્લા રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
આ સમગ્ર વિવાદમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ ખુલ્લેઆમ ડો. દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ આ ઘટનાને આદિવાસી સમાજના અપમાન સાથે જાેડીને રજૂ કરી હતી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગણી કરી હતી.તેમણે જણાવ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન અને પ્રોટોકોલનું પાલન થવું જરૂરી છે. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી ન થાય તો સંગઠનને નુકસાન થઈ શકે છે.
સુશાસન કાર્યક્રમના દિવસે જ ભાજપના આંતરિક મતભેદો અને જૂથવાદ જાહેરમાં સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. એક તરફ કાર્યક્રમ દ્વારા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે બીજી તરફ પક્ષની અંદરની નારાજગી ખુલ્લેઆમ સામે આવતાં વિપક્ષને પણ હુમલો કરવાની તક મળી છે.હવે જિલ્લા અને રાજ્ય સ્તરના ભાજપ નેતૃત્વ દ્વારા આ સમગ્ર વિવાદને કેવી રીતે સંભાળવામાં આવે છે તેના પર સૌની નજર છે.

Related posts

વૈભવ લક્ષ્મી માતાજીને અન્નકુટ ધરાવાયો

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

GUJARAT NEWS DESK TEAM

પુનઃપ્રાપ્ય ઉર્જા ની ક્ષમતાના ક્ષેત્રમાં ગુજરાત પ્રથમ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે,સરકારે બહાર નોટિફિકેશન પાડ્યું

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું

Leave a Comment