ગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ નોટ ટ્રસ્ટેબલ એજન્સી કરવું જોઈએ: ડો. કરન બારોટ AAP

નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ નોટ ટ્રસ્ટેબલ એજન્સી કરવું જોઈએ: ડો. કરન બારોટ AAP
NEETની પરીક્ષાની ગેરરીતીમાં NTAની વહીવટી નિષ્ફળતા સામે આવી: ડો. કરન બારોટ AAP
2024માં NTA દ્વારા લેવાયેલ 14 પરીક્ષામાંથી 5 પરીક્ષામાં ગેરરીતી સામે આવી હતી: ડો. કરન બારોટ AAP
પરીક્ષામાં ગેરરીતીના જવાબદાર કોણ? કોઈ રાજીનામું આપશે ખરું?: ડો. કરન બારોટ AAP
સરકાર અને NTAએ 23 લાખ વિદ્યાર્થીઓના જીવનસાથી ચેડાં કરવાનું કામ કર્યું: ડો. કરન બારોટ AAP
ઘણા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષામાં સારા માર્કસ નહીં લાવી શકે તો એના જવાબદાર કોણ?: ડો. કરન બારોટ AAP
વિદ્યાર્થીઓએ ફરીથી કોચિંગમાં જવું પડશે તો એના પૈસા પણ આપશે?: ડો. કરન બારોટ AAP
ગેરરીતિ કરનાર લોકોને સરકાર શા માટે છાવરે છે?: ડો. કરન બારોટ AAP
માહિતી પ્રમાણે, જેની ધરપકડ થઈ એનું કનેક્શન ભાજપ સાથે છે: ડો. કરન બારોટ AAP
વિદ્યાર્થીઓના ગળામાંથી માળા કઢાવી લેવામાં આવે છે, પરંતુ પરીક્ષામાં ગેરરીતિ કરનારા લોકોને પકડતા નથી: ડો. કરન બારોટ AAP
NTAથી પરીક્ષા ન લેવાતી હોય તો CBSEને જવાબદારી સોંપો: ડો. કરન બારોટ AAP
પેપર ફોડનારા પર જે કડક કાર્યવાહી થાય, એવી જ કાર્યવાહી NTA પર કરવામાં આવે: ડો. કરન બારોટ AAP
જવાબદાર લોકો વિદ્યાર્થીઓ સમક્ષ આવીને માફી માંગે અને રાજીનામું આપે: ડો. કરન બારોટ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નું નામ બદલીને “નોટ ટ્રસ્ટેબલ એજન્સી” રાખવું જોઈએ. તેમણે જણાવ્યું કે વર્ષ 2026ની નીટ પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિઓ એ સ્પષ્ટ કરે છે કે NTA સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને વિદ્યાર્થીઓ પ્રત્યે અસંવેદનશીલ બની ગઈ છે. સંસદીય સમિતિના રિપોર્ટ મુજબ વર્ષ 2024માં NTA દ્વારા લેવાયેલી 14 મોટી પરીક્ષાઓમાંથી 5 પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે આવી હતી. તેમાં ખાસ કરીને NEET પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને કરપ્શન જેવી ગંભીર બાબતો સામે આવી છે. આજે 23 લાખ વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડાં કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરે છે, પરિવારો લાખો રૂપિયા ખર્ચે છે જેથી બાળકો NEETમાં સારા માર્ક્સ મેળવી શકે, પરંતુ પેપર લીક જેવી ઘટનાઓ તેમના ભવિષ્યને જોખમમાં મૂકે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે આ વખતે સારા માર્ક્સ મેળવ્યા છે, પરંતુ ફરી પરીક્ષા લેવાશે તો કદાચ એ જ પરિણામ મેળવી નહીં શકે. હવે ફરીથી કોચિંગની ફી ભરવાની ફરજ પડશે, તો એની જવાબદારી કોણ લેશે? એવો સવાલ પણ તેમણે સરકારને કર્યો હતો.
AAP પ્રવક્તા ડો. કરન બારોટે વધુમાં જણાવ્યું હતું કે સરકાર શા માટે આ સમગ્ર મામલામાં જવાબદાર લોકોને બચાવી રહી છે? કેટલીક માહિતી એવી પણ સામે આવી રહી છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે તેમનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે અને તેઓ ભાજપમાં પદાધિકારી તરીકે પણ જોડાયેલા છે. તેમણે કહ્યું કે સરકારને શરમ આવવી જોઈએ કારણ કે પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓના ઘરોથી દૂર આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની તુલસીની માળા સુધી ઉતરાવી લેવામાં આવે છે, શરીરની કડક તપાસ કરવામાં આવે છે, પરંતુ જે લોકો પેપર લીક કરે છે તેમને પકડવામાં સરકાર અને NTA નિષ્ફળ સાબિત થઈ છે. વિદ્યાર્થીઓ પર કડક નિયમો લાદવામાં આવે છે પરંતુ સાચા આરોપીઓ સામે કાર્યવાહી થતી નથી. જો NTA યોગ્ય રીતે પરીક્ષાઓ લઈ શકતી ન હોય તો પરીક્ષાની જવાબદારી CBSE બોર્ડને સોંપવી જોઈએ અને NTAને બંધ કરી દેવી જોઈએ. આમ આદમી પાર્ટીની સરકાર સામે સ્પષ્ટ અને કડક માંગણી છે કે પેપર લીક કરનારાઓ સામે જેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે એટલી જ કડક કાર્યવાહી NTA સામે પણ થવી જોઈએ. આ સમગ્ર મામલે કોઈની જવાબદારી નક્કી થવી જોઈએ, કોઈએ એકાઉન્ટેબિલિટી સ્વીકારવી જોઈએ, જવાબદારી લેવી જોઈએ, વિદ્યાર્થીઓની સામે આવીને માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ.

Related posts

પ્રોટોકોલ મુદ્દે મહિલા ધારાસભ્ય દર્શનાબહેન ધરણા પર બેઠાં

ગાંધીનગરમાં ડિફેન્સ ક્ષેત્રનો સેમિનાર યોજાયો

GUJARAT NEWS DESK TEAM

“આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો, દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે” : વિકાસ સહાય

GUJARAT NEWS DESK TEAM

શક્તિસિંહ ગોહિલજીએ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનાઓ સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર ના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment