ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી
મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલિ આપતા વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રી
જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થયા
____
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ  મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી.
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.
તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો  એટલા જ પ્રસ્તુત છે.
ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન શ્રી કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન શ્રી આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું નામ નોટ ટ્રસ્ટેબલ એજન્સી કરવું જોઈએ: ડો. કરન બારોટ AAP

સરદાર વલ્લભભાઈ સ્મૃતી ટ્રસ્ટ ના પ્રમુખ પદ નો કાર્યભાર પૂર્વ મંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નીશીતભાઈ વ્યાસે જવાબદારી સ્વીકારી

GUJARAT NEWS DESK TEAM

ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાઓ રાષ્ટ્રીય કટોકટી; શિક્ષણનું વ્યાપારીકરણ, પેપર લીક, પરીક્ષાનું અસહ્ય દબાણ અને બેરોજગારી માટે ભાજપ સરકાર જવાબદાર : ડૉ. મનીષ દોશી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર

GUJARAT NEWS DESK TEAM

ભિક્ષાવૃત્તિ મુક્ત અને વંચિત બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો અનોખો પ્રયાસ

Leave a Comment