ગુજરાત

ખંભાળિયામાં AAPના નૂતન વર્ષ સ્નેહમિલનમાં ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા સહિત આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા

દ્વારકાના ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય હેમંત ખવા સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી રાજકીય રણનીતિ, પક્ષની આગામી કામગીરી અને જનતાના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ કાર્યકરોને સંબોધિત કરતા પાર્ટીની વિચારધારા, સંગઠનની જવાબદારીઓ અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી લોકો વચ્ચે સક્રિય રહી કામ કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે 14 માંથી 13 ગામોમાં પ્રજાએ ભારે લીડથી જીતાડ્યા છે અને જ્યારે જનતાને કંઈક કરવું હોય ત્યારે ચોક્કસ થાય છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે રાજનીતિમાં ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનવાને બદલે ગરીબ, વંચિત, શોષિત, ખેડૂત, માલધારી, નાના વેપારી, નાના કર્મચારી, દીકરા અને માતા-બહેન-દીકરીઓના ઉત્થાન તથા વ્યવસ્થા બદલવાના સપના હોવા જોઈએ. તેમણે મોબાઈલ પર ઈઝરાયેલ, અમેરિકા અને ન્યુઝીલેન્ડના ગામડાઓની સમૃદ્ધિ અને કામગીરી જોવા જણાવીને કહ્યું કે ત્યાં ખેડૂતો સમૃદ્ધ છે, જ્યારે અહીં 20-30 વીઘાના માલિક ખેડૂતો પણ લાચાર છે અને રાત્રે કડકડતી ઠંડીમાં ટોર્ચ લઈ પાણી વાળવા જતા ખેડૂતો તથા મજૂર-શ્રમિકોની સ્થિતિ જોઈ દયા આવે છે. જામજોધપુરમાં ધારાસભ્ય તરીકે હેમંતભાઈ ખવા ચૂંટાયા બાદ ખેડૂતોને પાણીની તકલીફ પડી નથી, રસ્તાઓ, ડેમો અને હોસ્પિટલના કામો થયા છે, જ્યારે 30-35 વર્ષથી મત લઈ જનારાઓએ હોસ્પિટલ નથી આપી અને ખંભાળિયામાં પાસ થયેલી મેડિકલ કોલેજ પણ ચાલુ કરાતી નથી.

Related posts

ગુજરાત સંગઠન પ્રભારી શ્રી રણદિપસિંહ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના જામનગર સંગઠનના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિના રંગે રંગાવા અને પ્રભુના સ્વાગત માટે સજ્જ બન્યું

જામનગરની ૧૪ વર્ષની આનંદીને આવ્યો હાર્ટ એટેક

કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી મોટી નિયુક્તિઓ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment