મારું શહેર

તહેવારોમાં રોડ પર ગેરકાયદે ફાફડા-જલેબીના માંડવા પર પ્રતિબંધ મુકવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત

દશેરા-દિવાળીના તહેવારોમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં જાહેર રોડ અને ફૂટપાથ પર કામચલાઉ માંડવા બાંધીને કોઈપણ લાયસન્સ વગર ફાફડા, જલેબી, મીઠાઈ, નમકીન અને બેકરી આઈટમોનું વેચાણ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા આહાર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી, મેયરશ્રી અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશનના ચેરમેન શ્રી નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું હતું કે, આવા કામચલાઉ વેપારીઓ પાસે FSSAI લાયસન્સ, AMC હેલ્થ લાયસન્સ કે ફાયર NOC હોતું નથી. વધુ નફો કમાવવા માટે તેઓ વાસી તેલ, હલકી ગુણવત્તાનો મેંદો, સિન્થેટીક કલર અને ભેળસેળયુક્ત માવાનો ઉપયોગ કરે છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થાય છે અને ફૂડ પોઈઝનિંગ તથા રોગચાળો ફેલાવાનો ભય રહે છે.
વધુમાં આવા વેપારીઓ કોઈપણ પ્રકારનો GST કે મ્યુનિસિપલ ટેક્સ ભરતા નથી, જે સરકાર સાથે વિશ્વાસઘાત છે અને કાયદેસર ટેક્સ ભરતા કાયમી વેપારીઓ સાથે અન્યાય છે. રોડ પર માંડવા બાંધવાથી ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યા પણ વકરે છે.
આથી અમારી માંગ છે કે –
1. તહેવારો દરમિયાન જાહેર રોડ પર કામચલાઉ ખાદ્ય માંડવાઓને મંજૂરી આપવામાં ન આવે.
2. FSSAI અને AMC દ્વારા સંયુક્ત ચેકિંગ ઝુંબેશ ચલાવી ગુણવત્તા ચકાસણી કરવામાં આવે.

Related posts

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પ્રવક્તા હિરેન બેંકર સહિતના મતદારોનું મતદાન

GUJARAT NEWS DESK TEAM

ત્રણ વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજીવન

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ: સેક્ટર ૬ માંથી ૬૮ ઝૂંપડા અને ૨૩ લારી-ગલ્લા હટાવાયા

નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો

વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ ૨૪ કલાકમાં કર્યો આપઘાત

Leave a Comment